૧૫ ફેબ્રુઆરીએ ઈસ્ટર્ન ફ્રી-વેનું ઉદ્ઘાટન

15 December, 2012 09:45 AM IST  | 

૧૫ ફેબ્રુઆરીએ ઈસ્ટર્ન ફ્રી-વેનું ઉદ્ઘાટન


૧૨.૫ કિલોમીટર લાંબા તથા બે ટનલ ધરાવતા આ માર્ગનું નર્મિાણ એમએમઆરડીએ દ્વારા કરવામાં આવ્યું છે. એનાથી ચેમ્બુરથી સીએસટી પહોંચવાના સમયમાં ૨૦ મિનિટનો ઘટાડો થશે. નવી મુંબઈ, થાણે, પુણે તથા ઈસ્ટર્ન સબબ્ર્સના ટ્રાફિક ઉપરાંત મુંબઈના ડૉકમાંથી નીકળતાં ટૅન્કર્સ, કન્ટેનર્સ તથા ટ્રક્સ માટે પણ આ ફ્રી-વે ઉપયોગી બનશે. ઈસ્ટર્ન ફ્રી-વે માટે ૪.૫ કિલોમીટર લાંબો પાંજરાપુર-ઘાટકોપર લિન્ક રોડ એક ફિડર તરીકે કામ કરશે. ઈસ્ટર્ન ફ્રી-વે તથા પાંજરાપુર-ઘાટકોપર લિન્ક રોડનો કુલ ખર્ચ ૧૦૦૦ કરોડ રૂપિયા થયો છે.

એમએમઆરડીએ = મુંબઇ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી, સીએસટી =  છત્રપતિ શિવાજી ટર્મિનસ