આરબીઆઇએ ચેક અપડેશનની મુદત આવતા વર્ષના માર્ચ મહિના સુધી લંબાવી

15 December, 2012 09:45 AM IST  | 

આરબીઆઇએ ચેક અપડેશનની મુદત આવતા વર્ષના માર્ચ મહિના સુધી લંબાવી



(સીટીએસ)-૨૦૧૦ સ્ટાન્ડર્ડ ચેક મેળવવાની ઉતાવળમાં નૉન સીટીએસ-૨૦૧૦ સ્ટાન્ડર્ડ ચેકબુકને નકામી ગણીને ફેંકી દેવાની ઉતાવળ કરવાની જરૂર નથી. હવે આરબીઆઇએ અલગ-અલગ વર્ગની રજૂઆત બાદ આ ફેરફાર કરવા માટેની ડેડલાઇન ત્રણ મહિના વધારીને આગામી વર્ષના ૩૧ માર્ચ સુધી કરી નાખી છે. આરબીઆઇએ પહેલાં ‘મલ્ટિ સિટી’ અને ‘પેયેબલ ઍટ પાર’ ચેકની વ્યવસ્થા બધા ગ્રાહકો માટે એકસમાન કરી નાખવાની સૂચના આપી હતી.

બૅન્કિંગ રેગ્યુલેટરે આપેલી માહિતી પ્રમાણે મોટા ભાગની બૅન્કોએ ખાતરી આપી છે કે તેઓ હાલમાં માત્ર મલ્ટિ-સિટી સીટીએસ-૨૦૧૦ સ્ટાન્ડર્ડ ચેક જ ઇશ્યુ કરી રહ્યા છે, પણ અલગ-અલગ સ્ટેકહોલ્ડર્સના પ્રતિનિધિઓએ નૉન સીટીએસ-૨૦૧૦ સ્ટાન્ડર્ડ ચેકબુકને અથવા તો પોસ્ટ-ડેટેડ ઈએમઆઇ ચેકને મલ્ટિ-સિટી ચેક ટ્રન્કેશન સિસ્ટમ (સીટીએસ)-૨૦૧૦ સ્ટાન્ડર્ડ ચેકબુકમાં પરિવર્તિત કરવા માટેની ૩૧ ડિસેમ્બર, ૨૦૧૨ની ડેડલાઇનમાં વધારો માગ્યો હતો. જોકે સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલમાં આ ડેડલાઇન પછીના સમયગાળામાં પણ નૉન સીટીએસ-૨૦૧૦ સ્ટાન્ડર્ડ ચેકને પણ ક્લિયરિંગ માટે સ્વીકારવામાં આવશે, પણ એમાં થોડી વાર લાગશે.

આરબીઆઇ =  રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઈએમઆઇ = ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ