શહેરની ૮૭ ટકા મહિલાઓ માને છે કે જાહેર સ્થળો સલામત નથી

15 December, 2012 09:43 AM IST  | 

શહેરની ૮૭ ટકા મહિલાઓ માને છે કે જાહેર સ્થળો સલામત નથી


સલામતીનાં કારણોસર જ મહિલાઓ એવાં સ્થળોએ જવાનું ટાળતી હોય છે. એનાં મુખ્ય કારણોમાં સલામતી, છેડતી તેમ જ પુરુષોની હાજરી જેવાં કારણો જવાબદાર છે. મુંબઈગરાઓ સામાન્ય રીતે થિયેટર, દરિયાકિનારો, ઘરની નજીકમાં આવેલો બાગ તથા ધાર્મિક સ્થળે જવાનું પસંદ કરે છે. આ સ્થળો પસંદ કરતી વખતે મહિલાઓ તેમ જ પુરુષો દ્વારા પણ તેમની તથા તેમના પરિવારની સલામતીનો પહેલો વિચાર કરવામાં આવે છે. મુંબઈ ભલે મેગા સિટી હોય, પરંતુ ઘરની નજીક આવેલા ટી-સ્ટૉલમાં પણ મહિલાઓ સલામતી ન હોવાને કારણે જવાનું ટાળે છે.