અંતે આ જીવલેણ બોર્ડ દૂર થયું

13 December, 2012 06:47 AM IST  | 

અંતે આ જીવલેણ બોર્ડ દૂર થયું



આ બોર્ડ જ્યાં લટકતું હતું એ રસ્તા પરથી દિવસે હજારો વાહનો અને લોકો અવરજવર કરતાં હોય છે. આ જ રસ્તા પરથી વાહનો ટર્ન પણ મારે છે. એ ઉપરાંત સામેની બાજુએ ટ્રાફિક-પોલીસની બેસવાની જગ્યા છે. રોજેરોજ પોલીસ આ બોર્ડની સામેની બાજુએ બેસીને ફરજ બજાવતી હોવા છતાં તેનું આ બાબત પર કદી ધ્યાન ગયું નહોતું.

રેલવે-સ્ટેશનની પાસે રહેતાં અને આ બોર્ડ હટવાથી રાહત અનુભવી રહેલાં રેખા પટેલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જ્યાં બોર્ડ જીવલેણ પરિસ્થિતિમાં લટકી રહ્યું હતું એ રસ્તો સ્ટેશનની પાસે હોવાથી ત્યાં હંમેશાં ભીડ અને ટ્રાફિક જોવા મળે છે. આ બોર્ડની પાસેથી જ લોકો રસ્તો ક્રૉસ કરીને એક બાજુએથી બીજી બાજુએ જતા હતા. હું પોતે આ બોર્ડને કારણે અકસ્માતનો ભોગ બનતાં બચી ગઈ હતી. મારા ડ્રેસની ઓઢણી આ બોર્ડમાં અટકી ગઈ હતી અને મારું ધ્યાન હતું નહીં તેથી રસ્તો ક્રૉસ કરવા લાગી હતી. રસ્તો ક્રૉસ કરવા જતી હતી ત્યારે અટકાયેલી ઓઢણીને કારણે હું રસ્તાની વચ્ચોવચ પડી ગઈ હતી. મારો દીકરો મારી સાથે હતો એટલે હું બચી ગઈ. ટ્રાફિક-પોલીસ સામે બેસે છે છતાં ક્યારેય તેનું ધ્યાન આવી બાબત પર જતું નથી.’