લોક એવરેસ્ટ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં શ્વાનોના મોતનો ભેદ ઊકલી નથી રહ્યો

12 December, 2012 07:32 AM IST  | 

લોક એવરેસ્ટ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં શ્વાનોના મોતનો ભેદ ઊકલી નથી રહ્યો



આ બિલ્ડિંગમાં રહેતાં પ્રાણીપ્રેમી વૈદેહી પ્રભુએ કહ્યું હતું કે ‘નાના ગલૂડિયાં સહિત આ બિલ્ડિંગમાં કુલ ૩૦ ડૉગ હતા. કૉમ્પ્લેક્સની બી-૧  વિંગમાં મોટા ભાગના fવાન મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. ૧૦માંથી માત્ર બે જ fવાન અત્યારે જીવતા બચ્યા છે. સિમેન્ટ કંપની રોડ પર આવેલા આ હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં સાત વિંગ છે. દરરોજ સોસાયટીના રહેવાસીઓ આ શ્વાનોને ખોરાક આપે છે. તેઓ કૉમ્પ્લેક્સના પોડિયમ, પાર્કિંગ લૉટ, બેઝમેન્ટ તથા બાગમાં હોય છે.’

શ્વાનોને લઈને બિલ્ડિંગના રહેવાસીઓ વચ્ચે ભારે વિવાદ પણ થયો છે. કેટલાકને આ ડૉગ ન્યુસન્સ લાગે છે તો કેટલાક લોકો સલામતી માટે આ ડૉગને રાખવા માગે છે. સોસાયટીની જનરલ બૉડી મીટિંગમાં આ મુદ્દો ચોક્કસ ચગે છે. આ શ્વાનોને હટાવવા માટે સુધરાઈના માણસોને બોલાવવાની માગણી ઊઠી હતી, પરંતુ પ્રાણીપ્રેમીઓના વિરોધને કારણે એ શક્ય ન બન્યું. ભૂતકાળમાં પાંચ શ્વાન મૃત્યુ પામ્યા હતા, પરંતુ એમાં અકસ્માત કે કુદરતી મોત હોવાનું માનવામાં આવ્યું હતું. સોમવારે ૩ ડિસેમ્બરે એક શ્વાન મૃત્યુ પામેલી હાલતમાં મળી આવતાં વૈદેહી પ્રભુને શંકા જતાં તેમણે સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરી હતી. ઘટનાસ્થળે ટ્રસ્ટના સભ્યો સંજીવ દિઘે, સુનીલ કટારિયા, સાવિત્રી,  દિનેશ તથા હસમુખ પહોંચી ગયાં હતાં. તપાસ બાદ તેમણે તરત જ મુલુંડ પોલીસને જાણ કરતાં શ્વાનને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવવામાં આવ્યો હતો. મંગળવારે ૪ ડિસેમ્બરે ઘરે પાછા ફરતી વખતે સમગ્ર વિસ્તારની તપાસ કરતાં વૈદેહી પ્રભુને ત્રણ મહિનાનાં બે ગલૂડિયાં પણ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટના ભવાનજી છાડવાએ કહ્યું હતું કે ‘શ્વાનોને ઝેર આપીને મારવામાં આવ્યાં છે. અમે સોસાયટીના ચૅરમૅન તથા પોલીસને તરત મીટિંગ બોલાવવા કહ્યું છે. જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કૉમ્પ્લેક્સની બહાર વિરોધ-પ્રદર્શન કરીશું તેમ જ બિલ્ડિંગમાં વધુ સંખ્યામાં સીસીટીવી કૅમેરા લગાવવાની માગણી કરીશું.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી. માનેએ કહ્યું હતું કે ‘અમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. ડૉગને કોઈ બાહ્ય ઈજા થઈ હોય એવાં કોઈ નિશાન મYયાં નથી.’

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન