વેપારીઓની હડતાળ પૂરી થયા બાદ હવે દાણાબજારમાં અનાજની ટ્રકોની ભરમાર

11 December, 2012 07:28 AM IST  | 

વેપારીઓની હડતાળ પૂરી થયા બાદ હવે દાણાબજારમાં અનાજની ટ્રકોની ભરમાર



 એપીએમસીમાં થયેલી આ આવક વિશે માહિતી આપતાં એપીએમસી દાણાબંદરના ડિરેક્ટર જયેશ વોરાએ કહ્યું હતું કે ‘દાણાબજારના વેપારીઓ રૅશનિંગ ડિપાર્ટમેન્ટની કનડગતને કારણે હડતાળ પર ઊતર્યા હતા અને ત્યાર બાદ તેમણે બહારગામથી માલ મગાવવાનું બંધ કરી દીધું હતું. જોકે ૭ તારીખથી હડતાળનો અંત આવ્યો હતો અને તેમણે બહારગામ ઑર્ડર આપવાનું શરૂ કર્યું હતું હડતાળ દરમ્યાન ગોદામોમાંનો અને વેપારીઓ પાસેનો માલ પૂરો થઈ જતાં ઓછી સપ્લાયને કારણે અનાજના ભાવ વધી ગયા હતા. અત્યારે બધાં જ ગોદામો ખાલી થઈ ગયાં છે ત્યારે જો આ જ રીતની આવક હજી ત્રણેક દિવસ ચાલુ રહેશે તો કદાચ ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ફરક પડી શકશે.’   

એપીએમસી - APMC = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કે‍ટ કમિટી