રેલવે-સ્ટેશનો પાસેની હોટેલો ૨૪ કલાક ખુલ્લી રાખવાનો વિચાર

11 December, 2012 07:27 AM IST  | 

રેલવે-સ્ટેશનો પાસેની હોટેલો ૨૪ કલાક ખુલ્લી રાખવાનો વિચાર


હાલમાં હોટેલો રાત્રે સાડાબાર વાગ્યા સુધી અને દારૂ પીરસતી રેસ્ટોરાં રાત્રે દોઢ વાગ્યા સુધી ખુલ્લી રહે છે તેમ જ ફાઇવસ્ટાર હોટેલોમાં ડિસ્કોથેક રાત્રે ત્રણ વાગ્યા સુધી ખુલ્લા રહે છે. હોટેલોને આખી રાત ખુલ્લી રાખવાની પરવાનગી આપીને રાજ્ય સરકાર એમની પાસેથી વધુ ફી લઈ શકે છે.

હોટેલિયરોનું માનવું છે કે આનાથી કંઈ ફાયદો નહીં થાય, જ્યારે પોલીસને આમાં સિક્યૉરિટીનો પ્રશ્ન આડો આવે છે. જો આ હોટેલો પ્રાઇવેટ સિક્યૉરિટી રાખે તો તેમને કોઈ વાંધો નથી, કારણ કે પોલીસ પાસે આ માટે પૂરતો સ્ટાફ નથી.