પોલીસ ફિંગરપ્રિન્ટ્સ લેવાનું ભૂલી જતાં હત્યાકેસનો આરોપી છૂટી ગયો

10 December, 2012 07:40 AM IST  | 

પોલીસ ફિંગરપ્રિન્ટ્સ લેવાનું ભૂલી જતાં હત્યાકેસનો આરોપી છૂટી ગયો

સેશન્સ ર્કોટે આરોપીને ગુનેગાર ઠરાવ્યો હતો, પણ હાઈ ર્કોટે તેને પુરાવાના અભાવમાં છોડી મૂક્યો હતો.

૨૦૦૩માં આરોપી ઈશ્વર મકવાણાને રાજી નામની એક મહિલા સાથે લગ્ન કરવાં હતાં. રાજીનો પતિ ટીબીની બીમારીથી મૃત્યુ પામ્યો હતો. રાજીને એ મંજૂર નહોતું એટલે તે લગ્ન માટે ના પાડતી હતી. ૨૦૦૩ની નવમી માર્ચે ઈશ્વર મકવાણાએ રાજીની ગળું ચીરી નાખીને હત્યા કરી હતી. કેટલાક લોકોએ ઈશ્વરને રાજીના ઘર પાસે જોયો હતો એવા સાંયોગિક પુરાવાને આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને સેશન્સ ર્કોટે આ હત્યા માટે તેને ગુનેગાર ઠેરાવ્યો હતો.

જોકે આ કેસમાં પોલીસ ઈશ્વરના ઘરમાંથી તેના લોહીના ડાઘ ધરાવતું શર્ટ અને રાજીના શરીરમાંથી ઊડેલા લોહીના ડાઘ જેના પર પડ્યા હતા એ પૅન્ટ લેવામાં ગાફેલ રહી હતી. મર્ડર જેનાથી થયું હતું એવા હથિયાર પરની ફિંગરપ્રિન્ટ્સ પણ પોલીસે લીધી નહોતી. આમ માત્ર સાંયોગિક પુરાવાના આધારે ઈશ્વર મકવાણાને ગુનેગાર ઠરાવી શકાય નહીં એમ હાઈ ર્કોટે એના ચુકાદામાં જણાવ્યું હતું.

ટીબી = ટ્યુબરક્યુલોસિસ