નવપરિણીત પતિ-પત્ની ટેરેસ પરથી રહસ્યમય રીતે પડ્યાં

10 December, 2012 07:39 AM IST  | 

નવપરિણીત પતિ-પત્ની ટેરેસ પરથી રહસ્યમય રીતે પડ્યાં


આ ઘટનામાં સઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે સ્વપ્નીલને ગંભીર ઈજા થતાં કલવામાં આવેલી પ્રમીલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તેની સ્થિતિ ગંભીર છે.

કલવા પોલીસ-સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ‘સ્વપ્નીલ અને સઈએ છ મહિના પહેલાં જ લગ્ન કયાર઼્ હતાં અને હાલમાં તેમણે બહારગામ જવાનો પ્લાન પણ બનાવ્યો હતો. જોકે ગઈ કાલે સાંજે તેઓ એકસાથે ટેરેસ પર ગયાં હતાં અને રહસ્યમય રીતે નીચે પડી જતાં બિલ્ડિંગના રહેવાસીઓ તેમને તરત જ હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં.’

સ્વપ્નીલ પટની કમ્પ્યુટર કંપનીમાં કામ કરે છે, જ્યારે સઈ હાઉસવાઇફ હતી. કલવા પોલીસ હાલમાં ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી આ પ્રેમી જોડાએ સુસાઇડ કર્યું છે કે પછી તેઓ આકસ્મિક રીતે નીચે પડી ગયાં છે એ દિશામાં તપાસ કરી રહી છે.