નવજાત બાળકને મૂકીને નાસી ગયેલી માતા કેઈએમ હૉસ્પિટલમાં મહિના બાદ પાછી ફરી

09 December, 2012 07:34 AM IST  | 

નવજાત બાળકને મૂકીને નાસી ગયેલી માતા કેઈએમ હૉસ્પિટલમાં મહિના બાદ પાછી ફરી


હૉસ્પિટલના કર્મચારીઓએ તરત જ પોલીસને આની જાણ કરી હતી. યુવતીને સાઇકિયાટ્રિક વૉર્ડમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. બાળક તેને પાછું સોંપતાં પહેલાં તે માનસિક રીતે સ્વસ્થ છે કે નહીં એ જાણવું ડૉક્ટરો માટે જરૂરી છે. ખારમાં રહેતી સ્વાતિએ ૬ નવેમ્બરે ભાભા હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકના હાર્ટમાં હોલ હોવાનું જાણવા મળતાં તેને કેઈએમ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી અને નવજાત બાળકને હૉસ્પિટલના નીઓ-નેટલ વૉર્ડમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ ૧૨ નવેમ્બરે તે બાળકને દૂધ પીવડાવવાનું છે એમ કહીને ત્યાંથી ભાગી ગઈ હતી.

બાળક પાછી લેવા આવી ત્યારે સ્વાતિ વિરોધાભાસી નિવેદનો કરતી હતી. તેણે કહ્યું હતું કે ડૉક્ટરોએ હાર્ટની સારવાર માટે ૨૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થશે એમ જણાવતાં હું ચાલી ગઈ હતી. જોકે ડૉક્ટરોએ તેની પાસે રૂપિયા માગ્યા હોવાની વાતને રદિયો આપ્યો હતો. બીજી તરફ પોલીસના જણાવ્યા પ્રમાણે સ્વાતિના પતિ રિતેશની ચોરીના મામલામાં ધરપકડ થઈ હોવાથી તેની સારસંભાળ લેનારું કોઈ નહોતું એટલે તે ભાગી ગઈ હતી.

કેઈએમ = કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલ