સુધારગૃહમાંથી પલાયન થઈ ગયેલી મહિલાઓની તપાસ કરવા ટાસ્ક ર્ફોસની રચના

05 December, 2012 06:05 AM IST  | 

સુધારગૃહમાંથી પલાયન થઈ ગયેલી મહિલાઓની તપાસ કરવા ટાસ્ક ર્ફોસની રચના


સ્ટેટ વિમેન ઍન્ડ ચાઇલ્ડ વેલ્ફેરનાં મિનિસ્ટર વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે ‘આ ટાસ્ક ર્ફોસનું કામ સુધારગૃહમાંથી ભાગી છૂટેલી મહિલાઓને શોધી કાઢી તમામ લીગલ ફૉર્માલિટી પતાવી તેમને પાછાં તેમના ઘરે પહોંચાડવાનું રહેશે. તેમ જ બંગલાદેશી મહિલાઓને પાછાં તેમના દેશમાં મોકલી આપવા માટે વિમેન ઍન્ડ ચાઇલ્ડ વેલ્ફેરના અમુક અધિકારીઓ બહુ જલદી દિલ્હીસ્થિત બંગલાદેશના અધિકારીઓને મળી ચર્ચા કરશે.’

માનખુર્દમાં આવેલા નવજીવન સુધારગૃહમાં મહિલાઓએ તેમની જાતીય સતામણી કરવામા આવી હોવાનો આરોપ કર્યો હતો અને તેનાથી કંટાળીને ૨૭ ઑક્ટોબરના રોજ સુધારગૃહમાંથી ૩૬ મહિલાઓ ભાગી છૂટી હતી જેમાંથી ૧૩ યુવતીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી. યુવતીઓની કરવામાં આવતી જાતીય સતામણીની ફરિયાદ સામે હાઈ ર્કોટ દ્વારા નીમવામાં આવેલી કમિટીએ સુધારગૃહના સંચાલકોની તપાસ કર્યા બાદ પોલીસમાં એફઆઇઆર નોંધાવ્યો હતો. ફરિયાદ થયા બાદ દસ અધિકારીઓમાંથી ત્રણ જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

એફઆઇઆર = ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ