ચૈત્યભૂમિ દર્શનાર્થીઓ માટે આ વખતે લોકલ ટ્રેનમાં વગર ટિકિટે પ્રવાસ કરવો આસાન નહીં

05 December, 2012 05:04 AM IST  | 

ચૈત્યભૂમિ દર્શનાર્થીઓ માટે આ વખતે લોકલ ટ્રેનમાં વગર ટિકિટે પ્રવાસ કરવો આસાન નહીં




આ સિવાય ટ્રેનમાં બેસતાં પહેલાં પૅસેન્જરોએ યોગ્ય ટિકિટ લેવી જોઈએ એવી અનાઉન્સમેન્ટ પણ સમયાંતરે કરવામાં આવશે. જોકે આમ છતાં દર વર્ષે લાખો પૅસેન્જરો ટિકિટ લેવાની દરકાર રાખતા નથી.

એક સિનિયર રેલવે-અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે ‘દર વર્ષે ચૈત્યભૂમિ આવતા લોકો ટ્રેનની ટિકિટ લેતા હોતા નથી એવું જોવા મળે છે. સેન્ટ્રલ રેલવેમાં ૧૨૦૦ જેટલો ટિકિટ-ચેકિંગ સ્ટાફ છે, પણ આ વર્ષે અમે વધુ ટિકિટ-ચેકિંગ સ્ટાફ આજથી ત્રણ દિવસ માટે દાદર સ્ટેશન પર તહેનાત કરીશું. જોકે એટલા બધા લોકો આવે છે કે દરેક પૅસેન્જરની ટિકિટ તપાસવાનું શક્ય નથી, છતાં પણ અમે આ દિવસોમાં વધુ સતર્ક રહીને કામ કરીશું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થાય નહીં એની પણ અમે કાળજી રાખીશું.’

દાદર આવનારા લાખો લોકોના ધસારાને પહોંચી વળવા માટે આશરે ૬૫૦૦ જેટલા સિક્યૉરીટી સ્ટાફને ક્રાઉડ મૅનેજમેન્ટ માટે અને કોઈ દુર્ઘટના ટાળવા માટે તહેનાત કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે પાસે આરપીએફના ૧૧૦૦ જવાનો છે, પણ દાદર સ્ટેશને ૧૧૨ જવાનોને ડ્યુટી સોંપી દેવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેમાં ૨૦૦૦ જવાનોનો સ્ટાફ છે અને એમાંથી મોટી સંખ્યામાં જવાનોને દાદરમાં તહેનાત કરાયા છે. મુંબઈ ડિવિઝનમાં જીઆરપીમાં પણ ૩૫૦૦ જવાનોનો સ્ટાફ છે.

આજે સંસદમાં ઇન્દુ મિલના હસ્તાંતરણની જાહેરાત : ચવાણ

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનાવવા માટે ઇન્દુ મિલની જગ્યાના હસ્તાંતરણની જાહેરાત આજે કરવામાં આવશે એવી માહિતી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે આપી હતી. આજે રાજ્યસભામાં કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ શુક્લા આ સંદર્ભમાં ઘોષણા કરશે તો લોકસભામાં કેન્દ્રીય વસ્ત્રઉદ્યોગ પ્રધાન આનંદ શર્મા એની જાહેરાત કરશે.

૨૦ લાખ જેટલા ભીમસૈનિકો ચૈત્યભૂમિનાં દર્શને આવશે 

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનર્વિાણદિન નિમિત્તે ૬ ડિસેમ્બરે દાદરના શિવાજી પાર્ક પાસે દરિયાકિનારે આવેલી તેમની સમાધિ ચૈત્યભૂમિ ખાતે આ વર્ષે ૨૦ લાખ ભીમસૈનિકો દર્શન માટે આવે એવી શક્યતા છે. આ તમામ લોકો માટે મુંબઈ સુધરાઈએ વ્યાપક વ્યવસ્થા કરી છે. તેમના માટે શિવાજી પાર્કમાં ૧.૩૦ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ટેન્ટ બાંધવામાં આવ્યો છે અને વડાલાની આંબેડકર કૉલેજમાં પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિવાજી પાર્કમાં ૧૫૦ ટૉઇલેટ બ્લૉક, ૧૭ મોબાઇલ ટૉઇલેટ, ૧૦ વૉટર ટૅન્કર અને પીવાના પાણી માટે ૩૫૦ નળની વ્યવસ્થા કરવામાં આવી છે. સાફસફાઈ માટે સુધરાઈનો કચરા વિભાગનો સ્ટાફ, ઇલેક્ટ્રિસિટી માટે બેસ્ટનો સ્ટાફ, કોઈ પણ ઇમર્જન્સી માટે ફાયરબ્રિગેડ સર્વિસનો સ્ટાફ અને મેડિકલ ઇમર્જન્સી માટે ૩ ઍમ્બ્યુલન્સને તહેનાત કરવામાં આવ્યાં છે. ચૈત્યભૂમિ પરના લાઇવ પ્રસારણને જોવા માટે ૮ બાય ૧૨ ફૂટની મોટી સ્ક્રીનને મૂકવામાં આવી છે. દાદરમાં પ્લાઝા સિનેમા પાસે આવેલી સુધરાઈના ઞ્ નૉર્થ વૉર્ડની ઑફિસ, દાદર રેલવે-સ્ટેશન, સ્વામિનારાયણ મંદિર, વગેરે ખાતે કન્ટ્રોલરૂમ, ઇન્ફર્મેશન સેન્ટર અને મેડિકલ સેન્ટર જેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. ૪૫૦ ફેરિયાઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

બેસ્ટના પાસ વગર આઇ-કાર્ડ મળશે

બેસ્ટની બસમાં દૈનિક પાસ લેવા માટે પૅસેન્જર પાસે બેસ્ટ દ્વારા આપેલું આઇ-કાર્ડ હોવું જરૂરી છે, પણ આજે અને આવતી કાલે મુંબઈમાં ચૈત્યભૂમિમાં આવનારા ભીમસૈનિકોને ૪૦ રૂપિયાનો આ પાસ આઇ-કાર્ડ વગર આપવામાં આવશે. આ દૈનિક પાસ ભીમસૈનિકોને શિવાજી પાર્કમાં આવેલા બેસ્ટના સ્ટૉલ પરથી મળશે.

બેસ્ટ - BEST = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ આઇ-કાર્ડ = આઇડેન્ટિટી કાર્ડ આરપીએફ = રેલવે પોલીસ ર્ફોસ, જીઆરપી = ગવર્નમેન્ટ રેલવે પોલીસ