શાહીન ધડા કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ ફરી એક વાર વાણીસ્વાતંત્ર્યની સ્પષ્ટ વ્યાખ્યા કરશે?

23 November, 2012 05:12 AM IST  | 

શાહીન ધડા કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ ફરી એક વાર વાણીસ્વાતંત્ર્યની સ્પષ્ટ વ્યાખ્યા કરશે?



અરિંદમ ચૌધરી

ફેસબુક પર એક કાટૂર્ન ફૉર્વર્ડ કરવા માટે બંગાળમાં એક પ્રોફેસરની ધરપકડ કરવામાં આવે એ આઘાતજનક ઘટના છે. સરકાર પર કાટૂર્ન બનાવનાર એક કાટૂર્નિસ્ટની ધરપકડ કેવી રીતે થઈ શકે અને માન્યામાં ન આવે એ રીતે ફેસબુક પર એક મૂળભૂત વિચાર રજૂ કરવા માટે એક યુવતીની ધરપકડ કેવી રીતે થઈ શકે? તેણે ફક્ત એટલું જ લખ્યું હતું, ‘તમામ માન સાથે દરરોજ હજારો લોકો મૃત્યુ પામે છે છતાં દુનિયા ચાલતી જ રહે છે. એક રાજકારણી કુદરતી મોત પામ્યા છે ત્યારે દરેક જણ પાગલ બની રહ્યો છે. તેમણે જાણવું જોઈએ કે અમને ફરજ પાડવામાં આવી રહી છે. આ અમારી પસંદગીથી થઈ રહ્યું નથી. છેલ્લે ક્યારે કોઈએ શહીદ ભગતસિંહ, આઝાદ કે સુખદેવ અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ કે જેને લીધે આપણને આઝાદી મળી તેના માટે બે મિનિટનું મૌન રાખ્યું હતું? માન કમાવું પડે છે, અપાય છે અને ચોક્કસપણે બળજબરીથી મેળવી શકતું નથી.’ જ્યારે અન્ય એક કિશોરીની આ પોસ્ટને લાઇક કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી.

મને એ અફસોસ છે કે કેવી રીતે સત્તા લોકોને પાગલ અને અસહિષ્ણુ બનાવી દે છે. આપણા ટોચના નેતાઓ નાદાનિયતભર્યું વર્તન કરી રહ્યા છે. તેમનામાં તેમના પર દોરવામાં આવતા કાટૂર્નને ખમવાની ક્ષમતા નથી અને તેઓ જનતાને પોતાની મજાક કરવાની પરવાનગી આપી શકતા નથી અથવા તો તેમની નીતિઓ અને વિચારો બાબતે જનતાને પોતાનો આક્રોશ પ્રદર્શિત કરતી જોઈ શકતા નથી. એક સમય હતો જ્યારે તમે સર્ચ એન્જિન ગૂગલ પર ઇડિયટ શબ્દને સર્ચ કરો તો જ્યૉર્જ બુશનો ઉપયોગ પૉપ અપ માટે થતો હતો. તેઓ અથવા તો ઓબામા અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે લગભગ ૪૮ ટકા અમેરિકનો તેમની વિરુદ્ધ હતા અને તેઓ તેમના વ્યક્તિત્વ, નીતિઓ, સંપ્રદાય અને વિચારધારાના મધ્યમ અથવા તો આકરા વિરોધીઓ હતા. અને ત્યારે તેઓ ઇન્ટરનેટ પર જઈને તેમને તર્કબદ્ધ રીતે ભાંડતા હતા. વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખને પણ ઇન્ટરનેટ પર ભાંડવામાં આવે છે. આવું જ વૉલમાર્ટ સાથે પણ થયું છે. આ વિશ્વની સૌથી મોટી કંપની છે અને સૌથી વધુ ગાળો ખાતી કંપની પણ છે. આપણા રાજકારણીઓ અને નેતાઓએ આ સત્ય સમજવાની જરૂર છે અને તેમને સમર્થન આપતા પેલા એકાવન ટકા લોકોનો આભાર માનવો જોઈએ જેમના કારણે તેઓ સત્તા પર છે. તેમણે તેમની જાળવણી કરવી જોઈએ અને સારાં કામો કરવાના માગોર્ વિચારવા જોઈએ જેથી તેઓ બાકીના લોકોનાં મન પણ જીતી શકે. તેમણે એવી ધારણામાં ન રાચવું જોઈએ કે આવા લોકોની ધરપકડ કરવાથી સમસ્યાનો અંત આવી જવાનો છે. આ રીતે ક્યારેય સફળ થવાયું નથી.

જોકે આ પ્રકારની પરિપક્વતા મોટા ભાગે રાજકીય અશિક્ષિતો, સત્તાભૂખ્યા રાક્ષસોમાં ભાગ્યે જ છે અને આ તબક્કે મારું એવું માનવું છે કે સુપ્રીમ કોર્ટે એમાં દરમ્યાનગીરી કરવી જોઈએ અને સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય શું છે અને કોઈની ઠેકડી ઉડાવતી, સ્વીકાર ન થાય એવી, સજા કરાવે એવી વાણી શું છે એ કાયદા દ્વારા સ્પષ્ટ થવું જોઈએ; કારણ કે આખરે તો અભિવ્યક્તિની સ્વતંત્રતા એ કોઈની બદનક્ષીની સ્વતંત્રતા નથી અને એ કંઈ જાહેર પ્લૅટફૉર્મ પર રહીને કોઈની લાગણી દૂભવવાનો પ્રયાસ પણ નથી. અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ તૈયાર કરવી જોઈએ કે કેવા કેસમાં પોલીસ પગલાં ભરવાંમાં આવવાં જોઈએ અને કેવા કેસમાં તમે કોર્ટના દરવાજા ખટખટાવી શકો. ઇન્ટરનેટની નવી પેઢીને માટે આ કામ કરવાનું છે અને સ્વાભાવિક રીતે દરેક દેશમાં સહિષ્ણુતાની કેટલી ટકાવારી છે એને પણ આધાર બનાવવી જોઈએ, કેમ કે અમેરિકામાં પણ લોકો જુલિયન અસાંજેની વાત આવે ત્યારે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના મામલે માનતા ન હોય તેવા છે!

જોકે આ બધી બાબતો સમજી શકે એ માટે આપણી પાસે એ પ્રકારના જજો છે ખરા એ પણ જાણવું મહત્વનું છે. આ એક પડકાર છે. ઇન્ટરનેટ સ્વતંત્રતા અને એના થકી ઊભી થનારી સંભવિતતાઓ અને પરિણામોને એમાં સ્પષ્ટપણે ધ્યાનમાં રખાવાં જોઈએ. આપણા રાજકારણીઓ ઇન્ટરનેટની બાબતો સમજવા માટે બહુ જૂના માણસો છે અને ઇન્ટરનેટ પર કહેવાતી બાબતો વિશે તારણ કાઢી શકે તેવા સમર્થ નથી તેમ જ તેમની પાસે એટલું વિરાટ વિશ્વ પણ નથી કે તેઓ જાહેરમાં આ રીતે કહેવામાં આવેલી વાતોને સહી શકે. મને તો એ વાતનો વ્યક્તિગત અનુભવ છે કે આ પ્રકારના કેસોમાં જ્યારે જજોએ એમ કહ્યું હોય કે તેમને ઇન્ટરનેટની બાબતમાં કશી સમજણ નથી અને બન્ને પક્ષોએ પોતપોતાની રીતે સમજીને આ કેસનો નિવેડો લાવવો જોઈએ. જજોને એ ખબર નથી કે ઇન્ટરનેટ આજે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની નવી વિકસેલી એક શાખા છે અને એની પર ઘણાં વચ્યુર્અલ યુદ્ધો ખેલાય છે. ઇન્ટરનેટ પર જાહેરાતો થાય છે, વસ્તુઓ વેચાય છે અને વેપાર સુધ્ધાં થાય છે.

તેથી એ મહત્વનું થઈ રહે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાંથી આ માટે લાયક અને પૂર્વગ્રહથી પર એવા ટ્રેઇનરોની પાસે જાય અને તેઓ જે કહે એ પ્રમાણે એક માર્ગદર્શિકા બનાવે. જો આમ થશે તો એનાથી દરેક કેસને સમજવો સહેલો થઈ જશે. એના કારણે લોકોમાં એક નવી જાગૃતિ આણી શકાશે, યુવાનોમાં આજે જે પ્રકારની અભિવ્યક્તિ સ્વતંત્રતા છે એને વધુ એક આશા મળશે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રધ્વજના કેસમાં જે કંઈ ચુકાદો આપ્યો હતો એ પ્રકારની આ બાબત બની રહેશે. એક સ્પષ્ટ ચુકાદામાં સુપ્રીમ કોર્ટ પોલીસ અને વહીવટી તંત્રને એમ કહી શકશે કે તેમને માટે મર્યાદાઓ નક્કી કરી દેવામાં આવી છે અને તેઓ આ રીતે હસ્તક્ષેપ કરી શકે નહીં, કારણ કે જ્યાં સુધી આપણે આ બાબતોને ગૂંચવાડાભરી રાખીશું ત્યાં સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓના સ્વાંગમાં બેઠેલા રાજકીય પ્રતિનિધિઓ અને સરમુખત્યારો આપણને દબાવતા રહેશે. લોકોના મનમાં ભયની લાગણી ઊભી કરતા રહેશે અને ચિદમ્બરમ તેમની બાબતે ટ્વીટ કરનારા કોઈ માણસને અટકાયતમાં લેવડાવી શકશે કે મમતા બૅનરજી તેમના કાટૂર્ન દોરનારાની ધરપકડ કરાવડાવી શકશે. જે દેશમાં આ પ્રકારની ટૂંકી બુદ્ધિના રાજકારણીઓ હોય, જેમની સહિષ્ણુતા એકદમ નીચલી કક્ષાની હોય ત્યાં આપણી પાસે હવે એક જ આશા બચે છે અને એ છે સુપ્રીમ કોર્ટ.