આ વર્ષે વધુ સસ્તી આફૂસ ખાવા મળે એવી શક્યતા

28 October, 2012 04:39 AM IST  | 

આ વર્ષે વધુ સસ્તી આફૂસ ખાવા મળે એવી શક્યતા

આફૂસ-ઉત્પાદકોનું માનવું છે કે ગયા વર્ષે‍ જે આફૂસનો ભાવ ૨૫૦૦થી ૪૫૦૦ રૂપિયા પાટીનો ભાવ હતો એ આ વખતે વધુ ઉત્પાદન થવાની શક્યતાને કારણે ઓછો થશે. આ વિશે વધુ માહિતી આપતાં આફૂસનું ઉત્પાદન લેતા ઇસ્માઇલ મુકાદમે કહ્યું હતું કે ‘ગયા વર્ષે‍ ઠંડી લાંબો સમય ચાલી હતી જેને કારણે આંબાને મોર આવ્યા પછી નાનાં કુમળાં ફળો તૂટી ગયાં હતાં અને પાક ઓછો થયો હતો. જોકે આ વખતે સમયસર પૂરતો વરસાદ થયો હોવાથી અને શિયાળો પણ નૉર્મલ રહે એવા સંજોગો જોતાં વધુ પાક થાય એવી શક્યતા છે.’

એપીએમસીના આફૂસના વેપારી વિજય ઢોબળેએ કહ્યું હતું કે માર્ચ-એન્ડ સુધીમાં આફૂસ આવવી શરૂ થઈ જશે અને મે મહિનાના અંતે એની આવક એટલી બધી વધી જશે કે સામાન્ય લોકોને પણ એ પરવડી શકશે. એપીએમસીના આફૂસના એક અન્ય વેપારીએ કહ્યું હતું કે આ વર્ષે‍ આફૂસની પાટી ૮૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધી મળી શકશે.

એપીએમસી = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કે‍ટ કમિટી