ગેરકાયદે ચાલતાં કતલખાનાંઓ પર ઍક્ટિવિસ્ટો દ્વારા વિરોધ-પ્રદર્શન

23 September, 2012 05:07 AM IST  | 

ગેરકાયદે ચાલતાં કતલખાનાંઓ પર ઍક્ટિવિસ્ટો દ્વારા વિરોધ-પ્રદર્શન

મેનકા ગાંધીએ સ્થાપેલી સંસ્થા પીપલ ફૉર ઍનિમલના સભ્યોએ કહ્યું હતું કે ‘અમે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં હાઇવે પર પૅટ્રોલિંગ કરીએ છીએ અને ટ્રકોમાં ભરીને કતલખાનાંઓમાં ગેરકાયદે લઈ જવાતાં ગાય, બળદ અને વાછરડાંઓને બચાવીએ છીએ. એમને આણગાવની પાંજરાપોળમાં રાખવામાં આવે છે.’

પીપલ ફૉર ઍનિમલનાં ઍડ્વોકેટ અંબિકા હીરાનંદાણીએ કહ્યું હતું કે ‘ગાયની કતલ કરવી એ મહારાષ્ટ્ર ઍનિમલ પ્રિઝર્વેશન ઍક્ટ ૧૯૭૬ હેઠળ ગુનો છે. વાછરડાં અને ખેતીમાં કામ કરી શકે એવા સુદૃઢ બળદની કતલ કરવા પર પણ બંધી છે. આ ઉપરાંત પશુઓને ટ્રાન્સપોર્ટ કરતી વખતે પણ અમુક ચોક્કસ નિયમોનું પાલન કરવાનું હોય છે. જોકે કેટલાક ચોક્કસ પશુ-માફિયા છે જેઓ આ કાયદાને ગણકારતા નથી.’