મહંગાઈ ડાયન

21 September, 2012 07:31 AM IST  | 

મહંગાઈ ડાયન



આ મંડળના કાર્યકર્તા શંકર દવાન્ડેએ આ વિશે વધુ જાણકારી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૩૩ વર્ષથી અમે ગણપતિબાપ્પા લાવીએ છીએ અને છેલ્લાં ૧૦ વર્ષથી જુદી-જુદી થીમ રાખીને સમાજને પ્રેરણા મળે એવું કંઈ કરીએ છીએ. આ વર્ષે ગણપતિજી નંદી પર બેસેલા શંકર ભગવાનના અવતારમાં ૯ ફૂટના છે. થીમ પ્રમાણે જોઈએ તો આપણા આજના જીવનમાં મોંઘવારી એ સૌથી મોટી સમસ્યા છે જેનો ઉકેલ સરકાર પણ લાવી શકતી નથી. પેટ્રોલ, ડીઝલ, ગૅસ, અનાજ વગેરે જીવનજરૂરિયાતની વસ્તુઓ પર મોંઘવારી લાગી ગઈ છે. આપણા જેવા સામાન્ય માણસો તો ગમે તેમ કરીને આનો સામનો કરી લઈએ છીએ પણ ખેડૂતો પાસે તો મોંઘવારીથી બચવાનો કોઈ ઉપાય રહેતો નથી એટલે પછી તે આત્મહત્યા જેવાં પગલાં ભરી પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે આવી થીમ રાખી છે જેને લીધે આજની યંગ જનરેશન આ જોઈને પ્રભાવિત થાય. આ માટે અમે એક ૧૫ મિનિટનો શો રાખ્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે જો આપણે અનાજ ખેડૂત પાસેથી જ લઈએ તો આપણને પણ ફાયદો થાય અને ખેડૂતને પણ ફાયદો થાય. હમણાં વચ્ચે જે દલાલો છે તેને જ ફાયદો થાય છે. આ બાબત સામે સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ થીમ રાખી છે.’