મુલુંડમાં ઘટી રહેલું મલેરિયાનું પ્રમાણ

20 September, 2012 09:42 AM IST  | 

મુલુંડમાં ઘટી રહેલું મલેરિયાનું પ્રમાણ



સુધરાઈનાં મહિલા વૉર્ડ-ઑફિસર ડૉ. સંગીતા હસનાળે સાથે મલેરિયાની બીમારી વિશે અને એની સાવચેતી માટે લેવામાં આવી રહેલાં પગલાં વિશે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા મહિનામાં મલેરિયાના ૩૦ જેટલા કેસ નોંધાયા છે. હાલમાં મલેરિયાની બીમારી નિયંત્રણ હેઠળ છે. સુધરાઈના માણસો દ્વારા સમયસર બધા જ વિસ્તારોમાં ઍન્ટિ-મલેરિયાની દવા નાખવામાં આવે છે અને ફૉગિંગ કરવામાં આવે છે. સોસાયટીઓ અને સુધરાઈની પ્રૉપર્ટી મૉસ્કિટોપ્રૂફ રહે એનું અમે પૂરી રીતે ધ્યાન રાખીએ છીએ. કોઈ જગ્યાએ વરસાદનું કે બીજું પાણી જમા ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે જેથી મલેરિયાનો રોગચાળો ફેલાય નહીં. સુધરાઈની હૉસ્પિટલોમાં મલેરિયાના દરદીઓને સર્વિસ પણ આપવામાં આવે છે. છેલ્લા ચાર રવિવારે અમે મલેરિયાની બીમારીમાં લેવાતી સાવચેતીઓ માટે કૅમ્પ પણ યોજ્યા હતા જેમાં અમને ડૉક્ટરો અને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.