બોરીવલી-વેસ્ટમાં સિનિયર સિટિઝનોના હિત માટે પોલીસ-સ્ટેશનમાં મીટિંગ યોજાઈ

14 September, 2012 07:46 AM IST  | 

બોરીવલી-વેસ્ટમાં સિનિયર સિટિઝનોના હિત માટે પોલીસ-સ્ટેશનમાં મીટિંગ યોજાઈ


તેમની સમસ્યાનું યોગ્ય નિરાકરણ થઈ શકે એ માટે ૮ ઑગસ્ટે બોરીવલી-વેસ્ટમાં પોલીસ-સ્ટેશનમાં ખાસ મીટિંગ યોજાઈ ગઈ. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ લૉ ઍન્ડ ઑર્ડર સદાનંદ દાતે, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. મહેશ પાટીલ, પ્રવીણ પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં બોરીવલી-વેસ્ટમાં એલ. ટી. રોડ પર આવેલા વીર સાવરકર ઉદ્યાનમાં ચાલતા દાદા-દાદી પાર્કના સિનિયર સિટિઝનો સહિત અન્ય જગ્યાઓના ૩૫ જેટલા સિનિયર સિટિઝનો ઉપસ્થિત રહ્યા હતા.

મીટિંગમાં એકલા રહેતા સિનિયરોની સુરક્ષા તેમ જ ચોરી, ચેઇન-સ્નૅચિંગ જેવી ઘટનાઓથી બચવા શું કરવું એની ચર્ચા થઈ હતી. જોકે સિનિયર સિટિઝનોની મુખ્ય સમસ્યા રિક્ષાડ્રાઇવરોને લઈને હતી. તેઓ તેમની સાથે તોછડાઈથી વાત કરે છે, રિક્ષા ઊભી રાખતા નથી. આ સમસ્યાના નિરાકરણ માટે બોરીવલી-ઈસ્ટના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના રિક્ષા-યુનિયનના પ્રેસિડન્ટ મુલ્લાએ હાજર સિનિયર સિટિઝનોને તેમનો ફોન-નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ રિક્ષાડ્રાઇવર તેમની સાથે ગેરવર્તણૂક કરે તો તેમને જણાવે. પોલીસે કહ્યું હતું કે અમે તમારી સુરક્ષા માટે હંમેશાં તત્પર છીએ તેમ જ તમારી સમસ્યાઓ અમને જણાવો, એના નિરાકરણ માટે ચોક્કસ પગલાં ભરીશું.