મુંબઈગરાને પાણીકાપમાંથી રાહત : તબક્કાવાર મળશે ૨૪ કલાક પાણી

14 September, 2012 05:50 AM IST  | 

મુંબઈગરાને પાણીકાપમાંથી રાહત : તબક્કાવાર મળશે ૨૪ કલાક પાણી


જોકે આ બાબતની સત્તાવાર જાહેરાત આવતી કાલે થવાની શક્યતા છે. એ ઉપરાંત મિડલ વૈતરણામાંથી ડિસેમ્બર મહિના સુધી ૨૫૫ મિલ્યન લિટર પાણી મુંબઈને વધારાનું મળવાનું છે એટલે મુંબઈગરાઓને આ વર્ષથી તબક્કાવાર ધીમે-ધીમે ૨૪ કલાક પાણી મળી શકશે. ગયા વર્ષથી ભાંડુપ અને મુલુંડમાં ૨૪ કલાક પાણીની  સુવિધા સુધરાઈએ આપી હતી. હવે આ વર્ષે‍ પણ સારો વરસાદ થતાં મુંબઈના અન્ય ભાગોમાં પણ ૨૪ કલાક પાણી મળી રહે એ માટે તબક્કાવાર આયોજન કરવામાં આવશે.