દેશના ૮૦ ફોટોગ્રાફરોની શ્રેષ્ઠ તસવીરો જુઓ ૩૧ ઑગસ્ટ સુધી

28 August, 2012 05:00 AM IST  | 

દેશના ૮૦ ફોટોગ્રાફરોની શ્રેષ્ઠ તસવીરો જુઓ ૩૧ ઑગસ્ટ સુધી

આ પ્રદર્શન ૩૧ ઑગસ્ટ સુધી બપોરે બારથી રાત્રે આઠ વાગ્યા સુધી જોવા મળશે. અહીં માત્ર તસવીરો જ જોવાની નથી, પણ ૧૮મી સદીના અંતના અને ૧૯મી સદીની શરૂઆતના જૂના જમાનાના કૅમેરા પણ ઇન્ડિયન આર્ટ સ્ટુડિયોની મદદથી મૂકવામાં આવ્યા છે. અગાઉ ફોટોગ્રાફરોની સ્કિલથી ફોટો કાઢવામાં આવતા હતા અને હવે જમાનો ડિજિટલનો છે જેમાં એક ક્લિકથી ફોટો પડે છે. અગાઉના પ્લેટ કૅમેરા, લાકડાના કૅમેરા અને ડે-લાઇટ એન્લાર્જરો જેવી અલભ્ય વસ્તુઓ પણ આ પ્રદર્શનમાં જોવા મળે છે. અગાઉની ફોટોગ્રાફી કેવી જટિલ અને સમય માગી લેતી હતી એની જાણ આ કૅમેરા જોઈને થાય છે.

 

આ ઉપરાંત ફોટોગ્રાફીના શોખીનો માટે ફોટોગ્રાફીની ૨૦૦ શ્રેષ્ઠ બુકોની ઓપન લાઇબ્રેરી પણ ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં આ બુકો લોકો અહીં વાંચી શકે છે.

આ પ્રદર્શનની પાંચ શ્રેષ્ઠ તસવીરો કઈ એમ પૂછવામાં આવતાં પિરામલ ગૅલેરીના હેડ અને ૪૦ વર્ષ ફોટોગ્રાફી ક્ષેત્રે કાઢનારા ફોટોગ્રાફર મુકેશ પારપિયાની કહે છે કે ફોટોગ્રાફરોના ગુરુ એવા આર. આર. ભારદ્વાજ, પ્રફુલ્લ પટેલ, સેબી ફર્નાન્ડિસ, હેમંત પીઠવા અને મોહન બનેની તસવીરો મને શ્રેષ્ઠ લાગે છે.