કૃત્રિમ વરસાદનો ખર્ચ વધવાની શક્યતા

23 August, 2012 05:26 AM IST  | 

કૃત્રિમ વરસાદનો ખર્ચ વધવાની શક્યતા

કૃત્રિમ વરસાદ પાડવા માટે ઇઝરાયલની કંપની પાસેથી પ્લેન તેમ જ ટેક્નૉલૉજી અને રડાર એમ કુલ મળીને ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવો અંદાજ કાઢવામાં આવ્યો હતો, પણ ઇઝરાયલની કંપની મારફત આ પ્લેન ભારતમાં લાવવા માટે અનેક પ્રકારની આંતરરાષ્ટ્રીય મંજૂરીની જરૂર પડવાની છે જેને લીધે સુધરાઈ સાઉથ આફ્રિકાથી વિમાન લાવવાનો કૉન્ટ્રૅક્ટ હવે માયઅવની નામની પ્રાઇવેટ કંપનીને આપવા માટે ચર્ચા કરી રહી છે.

ભારતમાં આવા પ્રકારનાં પ્લેન નથી બનતાં એને લીધે પ્લેન અને હવામાન ખાતા તરફથી રડાર મગાવવામાં આવવાનું હોવાથી આ ખર્ચ ૨૦ કરોડ પર પહોંચી ગયો હોવાનું સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન રાહુલ શેવાળેએ ગઈ કાલે જણાવ્યું હતું. આ પ્લેનનો ઉપયોગ કરવા માટે સુધરાઈએ નાગરી ઉડાણ ખાતામાંથી મંજૂરી મેળવવી પડશે. એ સાથે જ સુરક્ષાની દૃષ્ટિને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગની પણ મંજૂરી લેવી પડશે.

 ગૃહ વિભાગ તરફથી મંજૂરી મેળવવા માટે મૅકોરોટ કંપનીના અધિકારીઓ અને સુધરાઈના વૉટર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ગઈ કાલે દિલ્હી જવા રવાના થયા હતા. તમામ પ્રક્રિયાને પૂર્ણ થતાં બે દિવસ લાગશે એવો સુધરાઈનો અંદાજ છે.