લોકોને ટ્રૅક ક્રૉસ કરતા અટકાવવા માટે ઉગાડવામાં આવશે લીલોતરી

04 August, 2012 08:17 AM IST  | 

લોકોને ટ્રૅક ક્રૉસ કરતા અટકાવવા માટે ઉગાડવામાં આવશે લીલોતરી

 

લોકોને ટ્રૅક ક્રૉસ કરતા અટકાવવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા છે, પણ ખાસ સફળતા મળી નથી. જોકે હવે ટૂંક સમયમાં લોકોને ટ્રૅક ક્રૉસ કરતા અટકાવવા માટે લીલોતરી ઉગાડવાનો ઉપાય અજમાવવામાં આવશે.

 

 

જે. જે. કૉલેજ ઑફ આર્કિટેક્ચર દ્વારા હાથ ધરવામાં આïવેલા એક અભ્યાસના અંતે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રેલવે જો પ્લૅટફૉર્મના અંત પાસે એક નિિત જગ્યામાં લીલોતરી ઉગાડશે તો એ હજારો લોકોને રોજ રેલવે-ટ્રૅક ઓળંગતા તો અટકાવશે જ, સાથે-સાથે મોટરમૅનની આંખોને પણ ઠંડક આપશે જેને કારણે તેઓ તાકીદની પરિસ્થિતિમાં તરત નિર્ણય લઈ શકશે. આ સર્વેના પરિણામ પરથી જાણવા મળ્યું છે કે મોટા ભાગના ફૂટઓવર બ્રિજ ટ્રૅકથી સાત મીટર જેટલી ઊંચાઈ પર હોવાને કારણે તેમ જ એની સંખ્યા પણ વિશાળ વસ્તી માટે અપૂરતી હોવાને કારણે મોટા ભાગના લોકો ટ્રૅક ક્રૉસ કરવા માટે પ્રેરાય છે.