પોલીસ સામે ફરિયાદ નોંધાવનાર એમએનએસના રામ કદમ સામે પોલીસે જ ગુનો નોંધ્યો

13 December, 2011 09:46 AM IST  | 

પોલીસ સામે ફરિયાદ નોંધાવનાર એમએનએસના રામ કદમ સામે પોલીસે જ ગુનો નોંધ્યો



સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનની હદમાં આવેલી લાઉન્જ હોટેલમાં રામ કદમના ફ્રેન્ડ્સ દ્વારા પાર્ટી આાપવામાં આવી હતી, જેમાં રામ કદમ પણ હાજર હતા. પોલીસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસે ત્યાં રેઇડ પાડી ત્યારે રામ કદમ વચ્ચે પડ્યા હતા અને પોલીસને એની કાર્યવાહી કરતાં રોકી હતી. સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મધુકર ચૌધરીએ કહ્યું હતું કે ‘રામ કદમે અમારા ઑફિસરોને ગાળાગાળી કરી હતી અને તેમની સાથે અભદ્ર રીતે વર્તીને તેમને કાર્યવાહી કરતા રોક્યા હતા. રામ કદમ અમારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. નાઇટ-ડ્યુટી ઑફિસર ખૈરે એ રાતે પૅટ્રોલિંગ પર હતા. પોલીસ દ્વારા પ્રોસ્ટિટ્યુટ્સ વિરુદ્ધ અવારનવાર ઍક્શન લેવામાં આવતી હોય છે. મારા એરિયામાં જુગાર, મટકા અને લેટનાઇટ બિયરબાર બંધ છે. ’

આ પ્રકરણે સંપર્ક કરવામાં આવતાં એમએનએસના વિધાનસભ્ય રામ કદમે આક્ષેપ કર્યો છે કે ‘સાંતાક્રુઝ પોલીસ પ્રોસ્ટિટ્યુટ્સ પાસેથી હપ્તો ઉઘરાવે છે. પૉશ એરિયામાં બિઝનેસ કરતી પ્રોસ્ટિટ્યુટ્સને હટાવવા હું ડ્રાઇવ ચલાવી રહ્યો હતો જેને કારણે પોલીસ નારાજ થઈ હતી એટલે મારી સામે ખોટો એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મે‍શન રિપોર્ટ) દાખલ કર્યો છે.’