ગર્ભની જાતિ કહેનાર પંદર ડૉક્ટરોનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવશે?

09 December, 2011 08:34 AM IST  | 

ગર્ભની જાતિ કહેનાર પંદર ડૉક્ટરોનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવશે?



(પ્રિયંકા વોરા)

મુંબઈ, તા. ૯

કારણદર્શક નોટિસ

પ્રી-કન્સેપ્શન પ્રી-નૅટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક ઍક્ટ (ગર્ભપરીક્ષણને લગતો કાયદો)ના અમલીકરણ હેઠળ લેવામાં આવેલા પગલા અનુસાર એમએમસી દ્વારા આ પંદર ડૉક્ટરોને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે અને તેમની સામે શા માટે ઍક્શન ન લેવામાં આવે એ પૂછવામાં આવ્યું છે.

આ વિશે વધુ માહિતી આપતાં એમએમસીના પ્રેસિડન્ટ ડૉક્ટર કિશોર તરોઈએ કહ્યું હતું કે ‘આ પંદર ડૉક્ટરો જેમની સામે કેસ નોંધાયા છે અને ચાર્જિસ ઘડવામાં આવ્યા છે તેમનાં નામનું લિસ્ટ સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા એમએમસીને મોકલવામાં આવ્યું છે. કાયદા પ્રમાણે એમએમસી દ્વારા તેમને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેને કારણે તેઓ અત્યારે પ્રૅક્ટિસ નહીં કરી શકે. ર્કોટ દ્વારા ત્યાર બાદ તેઓ ગુનેગાર ન જણાય તો સસ્પેન્શન કૅન્સલ કરવામાં આવી શકે છે અને જો તેઓ ગુનેગાર જણાય તો તેમને પાંચ વર્ષ સુધી સસ્પેન્ડ કરી શકાય.’

સાત દિવસનો સમય

એમએમસીના પ્રેસિડન્ટ ડૉક્ટર કિશોર તરોઈએ વધુમાં કહ્યું હતું કે ‘અમે તે ડૉક્ટરોને કારણદર્શક નોટિસો મોકલાવી છે અને એનો જવાબ આપવા તેમને સાત દિવસનો સમય આપ્યો છે. જોે એ દરમ્યાન તેઓ જવાબ નહીં આપે અથવા તેઓ નિર્દોષ છે એમ જાહેર કરતો ર્કોટનો ઑર્ડર નહીં આવે તો અમે તેમને સસ્પેન્ડ કરીશું. અમે આ પહેલાં ડૉક્ટરોને સસ્પેન્ડ કર્યા હતા ત્યાર બાદ તેઓ દ્વારા ર્કોટમાં અપીલ કરવામાં આવી હતી કે તેમને તેમની બાજુ રજૂ કરવાનો મોકો નહોતો મળ્યો, આથી આ વખતે અમે બહુ જ કાળજીપૂર્વક પગલાં લઈ રહ્યા છીએ.’