એક હજાર પાછા મેળવવા સુસાઇડ કરવા મજબૂર કરનાર યુવતી પકડાઈ

09 December, 2011 08:31 AM IST  | 

એક હજાર પાછા મેળવવા સુસાઇડ કરવા મજબૂર કરનાર યુવતી પકડાઈ


(શિવા દેવનાથ)

મુંબઈ, તા. ૯

આ કારણસર રિતેશે સુસાઇડ કયુર્ હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું અને એટલે તેની ધરપકડ કરી હતી. બોરીવલી પોલીસે કહ્યું હતું કે ‘જ્યોતિ પિલ્લે મલાડમાં આવેલી એક પ્રાઇવેટ ફર્મમાં કામ કરે છે. તેણે તેનો પગાર ગોરાઈના ઘરમાં રાખ્યો હતો. જ્યોતિનો નાના ભાઈ ગણેશે જ્યોતિના પગારમાંથી એક હજાર રૂપિયા તેના ફ્રેન્ડ રિતેશ સિંહને આપ્યા હતા, કારણ કે રિતેશની દાદીની તબિયત ખરાબ હોવાથી તેની દવા લેવા માટે પૈસાની જરૂર હતી. સોમવારે જ્યોતિએ પૈસા લેવા માટે કબાટ ખોલતાં એમાં એક હજાર રૂપિયા ઓછા હતા. ત્યારે જ્યોતિએ ગણેશને પૂછતાં તેણે રિતેશને આપ્યા હોવાનું અને તે થોડા દિવસમાં પાછા આપશે એમ જણાવ્યું હતું. મંગળવારે જ્યોતિ રિતેશના ઘરે ગઈ હતી અને એક હજાર રૂપિયા માગ્યા હતા. ત્યારે રિતેશના ઘરે તેના પેરન્ટ્સ નહોતા.’

બોરીવલીના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ચાટેએ કહ્યું હતું કે ‘જ્યોતિ રિતેશના ઘરે ગઈ ત્યારે તે અને તેની દાદી ઘરમાં એકલાં હતાં. ત્યાં જઈને તે રિતેશને અપશબ્દો બોલી હતી એટલે રિતેશ અને તેની દાદીએ તેમની પાસે ૨૮૦ રૂપિયા જેટલી રકમ હતી એ જ્યોતિને આપી દીધી હતી. જ્યોતિએ બાકીના પૈસા માગીને રિતેશને વૉર્નિંગ આપી હતી. આ ઉપરાંત તેના પેરન્ટ્સને કહી દેશે અને તેના પર બળાત્કારનો આરોપ મૂકશે એવી ધમકી પણ આપી હતી. જ્યોતિએ આપેલી ધમકીથી ડરીને તે ગઈ એના થોડા સમય પછી રિતેશે ઘરમાં ફાંસી લગાવીને સુસાઇડ કર્યું હતું. પોલીસને તેના ઘરમાંથી સુસાઇડ-નોટ મળી નથી, પોલીસે તેની રિતેશને સુસાઇડ કરવા માટે મજબૂર કરવાના આરોપસર ધરપકડ કરી હતી.’