૧૧૦મા દિવસે સંથારો સીઝ્યા બાદ પિતાના હસ્તે થયા અંતિમ સંસ્કાર

02 December, 2011 08:28 AM IST  | 

૧૧૦મા દિવસે સંથારો સીઝ્યા બાદ પિતાના હસ્તે થયા અંતિમ સંસ્કાર



ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે નલિનભાઈની પાલખી નાલાસોપારા (ઈસ્ટ)માં આચોલે રોડના તોડાયાનગરના ઉપાશ્રયથી નીકળી હતી, જે લગભગ ૧૨.૩૦ વાગ્યે સમેળ ખાડા સ્મશાને પહોંચી હતી. સ્મશાનમાં પાલખીની પાંચેય ધ્વજાની ઉછામણી બોલાઈ હતી, જે મુખ્ય ધ્વજાજી માટે વાપીના નલિનભાઈ સંઘવી (૨૯,૦૦૦ રૂપિયામાં)એ મેળવી હતી, જ્યારે ઈશાન ખૂણાની ધ્વજા પ્રભાબહેન અમૃતલાલ ગાલા (૧૫,૦૦૦ રૂપિયામાં)એ જેઓ નલિનભાઈનાં માતુશ્રી છે તેમણે લીધી હતી. અગ્નિ ખૂણાની ધ્વજા મુંબઈ મહાજન કમિટી (૧૫,૦૦૦ રૂપિયામાં)એ, નૈઋર્ત્યની ધ્વજા માતુશ્રી વિમળાબહેન ખીમરાજ ગાલા પરિવાર (૧૫,૦૦૦ રૂપિયામાં)એ લીધી હતી, જ્યારે વાયવ્યની ધ્વજા વાપીનાં લતાબહેન મહેન્દ્રભાઈ ગાલા (૨૭,૦૦૦ રૂપિયામાં)એ લીધી હતી. નાલાસોપારા કવીઓ સમાજના પ્રમુખ પ્રફુલ્લભાઈ ગાલાએ કહ્યું હતું કે ઉછામણીમાં જે રૂપિયા આવ્યા છે એ કબૂતરને ચણ નાખવામાં વપરાશે.

નલિનભાઈના પિતા અમૃતભાઈ ગાલાએ નલિનભાઈના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યો હતો.

૧૧૦ દિવસે નલિનભાઈએ દેહત્યાગ કર્યો, પણ તેમનાં પત્ની નિશાબહેન એકદમ અશક્તિ અનુભવતાં હોવા છતાં માનસિક રીતે તદ્દન સ્વસ્થ છે અને મહાસતીજી સાથે પ્રભુસ્મરણ કરી રહ્યાં છે.

- તસવીરો : પદ્યુમ્ન કાપડિયા