લોકલ ટ્રેનના ચોરે બસમાં હાથફેરો કર્યો ને પકડાયો

01 December, 2011 08:52 AM IST  | 

લોકલ ટ્રેનના ચોરે બસમાં હાથફેરો કર્યો ને પકડાયો

 

આંબોલી પોલીસ-સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૯૯૩થી આરોપી રાહુ નાયડુ વેસ્ટર્ન રેલવેના ફસ્ર્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં લોકોનાં ખિસ્સાં કાપવાનું કામ કરતો હતો. દહિસરના રાવલપાડામાં રહેતા ૨૮ વર્ષના હિમાંશુ હઝારીવાળાએ ૨૫ નવેમ્બરે લખાવેલી ફરિયાદ મુજબ અંધેરી સ્ટેશન (વેસ્ટ)થી આંબોલીનાં લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ જતી વખતે બેસ્ટની બસમાં તેનું પાકીટ ચોરાયું હતું. બપોરે જ્યારે હિમાંશુને તેનાં વિવિધ બૅન્કનાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કર્યાના એસએમએસ આવ્યા ત્યારે તેને પાકીટ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

આંબોલી પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ઇરફાન શેખના જણાવ્યા મુજબ આરોપીએ  જે. કે. જ્વેલર્સ, ઓમકાર જ્વેલર્સ તથા અંધેરી સબવે નજીકના મિલન એન્ટરપ્રાઇઝમાંથી વિવિધ સામાનની ખરીદી કરી હતી. આ દુકાનોમાં બેસાડેલા સીસીટીવી (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરાની મદદથી આરોપીને ઓળખી તેની ધરપકડ કરી હતી. પોલીસના મતે નાયડુ વિવિધ કંપનીઓની બોગસ રિસીટ બનાવી જુદા-જુદા લોકોને ચોરીનો માલ વેચતો હતો. રિસીટ હોવાને કારણે લોકોને તેના પર વિશ્વાસ પણ આવતો. પોલીસે નાયડુ પાસેથી રોકડ, મ્યુઝિક સિસ્ટમ, એસી, વૉશિંગ મશીન, ફ્રિજ, માઇક્રોવેવ, જૂસર, કમ્પ્યુટર, મિક્સર, બ્રૅન્ડેડ શૂઝ, ૧૦ મોબાઇલની બોગસ રિસીટ તથા ૧૫ ગ્રામનો સોનાનો સિક્કો જપ્ત કર્યો હતો