નકલી દારૂના અડ્ડાઓ પર રેઇડ પાડવા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને જોઈએ છે સશસ્ત્ર જવાનોની મદદ

24 November, 2011 10:33 AM IST  | 

નકલી દારૂના અડ્ડાઓ પર રેઇડ પાડવા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને જોઈએ છે સશસ્ત્ર જવાનોની મદદ

 

 

સ્ટેટ એક્સાઇઝ કમિશનર સંજય મુખરજીએ કહ્યું હતું કે ‘આવી રેઇડમાં ભાગ લેનારા સબ-ઇન્સ્પેક્ટર તથા કૉન્સ્ટેબલ આવા વિસ્તારથી અજાણ હોય છે. સંજય ગાંધી નૅશનલ પાર્ક, ગોરાઈ તથા થાણે જેવા એરિયા નામચીન છે. આ ઉપરાંત બૂટલેગરો મહિલાઓની આડશમાં આ કામ કરતા હોવાથી મહિલા કૉન્સ્ટેબલોની સંખ્યા પણ વધારવી જોઈએ. વળી રાજ્ય સરકારે કરેલા ટૅક્સમાં વધારાને કારણે પણ બનાવટી દારૂની ડિમાન્ડ હોવાથી ઘણા નામચીન બૂટલેગરોએ આમાં ઝંપલાવ્યું છે. એથી એને ડામવા તુરંત કાર્યવાહી કરવી પણ આવશ્યક છે. તાજેતરમાં ગુજરાતની બૉર્ડર પાસેથી ૭૬ લાખ રૂપિયાની કિંમતના દારૂ સાથે જ્યારે મધ્ય પ્રદેશની બૉર્ડર પાસેથી ૩૬ લાખ તથા ૨૨ લાખ રૂપિયાની કિંમતના બનાવટી દારૂ સાથે ટ્રક પકડાઈ હતી.’

ચેકપોસ્ટની સંખ્યા

સમગ્ર રાજ્યમાં ૧૨ ચેકપોસ્ટ આવેલી છે. દરેક ચેકપોસ્ટ પર ૮ કર્મચારીઓનું એક યુનિટ કાર્યરત હોય છે; જેમાં એક ઇન્સ્પેક્ટર, એક સબ-ઇન્સ્પેક્ટર તથા ૩ કૉન્સ્ટેબલ્સનો સમાવેશ થાય છે. ડ્યુટી-ઑફિસરનું કામ  રાજ્યમાં આવતા ગેરકાયદે દારૂ તેમ જ ગોળની રસી તેમ જ યોગ્ય લાઇસન્સ તથા ટ્રાન્સર્પોટ પરમિટ વગર આવતા દારૂ પર ધ્યાન રાખવાનું છે.

શું તમે જાણો છો?

રાજ્યમાં ૪૪ ફ્લાઇંગ સ્ક્વૉડ છે. ૮ મુખ્ય જિલ્લાઓ જેવા કે મુંબઈ શહેર, મુંબઈ સબબ્ર્સ, થાણે, રાયગડ, પુણે, અહમદનગર, નાશિક તથા નાગપુરમાં બબ્બે; જ્યારે અન્ય ૨૭ જિલ્લાઓમાં એક ફ્લાઇંગ સ્ક્વૉડ છે.