વીજકાપને લીધે બે વર્ષની બાળકી કિડનૅપ થઈ ગઈ

06 November, 2011 02:11 AM IST  | 

વીજકાપને લીધે બે વર્ષની બાળકી કિડનૅપ થઈ ગઈ

 

(અકેલા)

મુંબઈ, તા. ૫

આ ઘટના રાત્રે ૧.૩૦થી ૩.૩૦ વાગ્યા દરમ્યાન બની હતી. ઘરમાં લાઇટ ન હોવાથી જાગૃતિ તેની માતા સાથે બહાર સૂતી હતી. પોલીસે અનાથાલય, અગાસીઓ, પાણીની ટાંકી તથા ડ્રેનેજલાઇનમાં શોધખોળ કરી હતી તેમ જ ફૂટપાથ પર સૂતેલા લોકો, ભિખારીઓ તથા શંકાશીલ વ્યક્તિઓની પણ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત માથેરાન, નવી મુંબઈ, કલ્યાણ તથા અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. જાગૃતિના પિતા રમેશ પટેલે કહ્યું હતું કે હું એકદમ ગરીબ હોવાથી કોઈએ ખંડણી માટે મારી દીકરીનું અપહરણ કર્યું હોવાની શંકા નહીંવત્ છે તેમ જ મને કોઈની સાથે અંગત અદાવત પણ નથી. કફ પરેડ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કિશોર પવારે કહ્યું હતું કે વિવિધ સ્થળોએ દરોડા પાડવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી અને સંભવ છે કે કોઈ ભિખારીઓ બાળકીને ઉઠાવી ગયા હશે.