કોઈએ બીમારીમાંથી સાજા થવા તો કોઈએ નુકસાનીમાંથી બહાર આવવા કરી છઠપૂજા

02 November, 2011 09:13 PM IST  | 

કોઈએ બીમારીમાંથી સાજા થવા તો કોઈએ નુકસાનીમાંથી બહાર આવવા કરી છઠપૂજા

 

ત્યારે મેં સોગંદ ખાધા હતા કે જો હું સંપૂર્ણ સાજો થઈ જઈશ તો જિંદગીભર વાર્ષિક છઠપૂજા કરતો રહીશ. હવે હું સાવ સાજો થઈ ગયો છું. સૂર્યદેવના મારા પર આર્શીવાદ છે અને હું તેમનો આભાર માનવા આ છઠપૂજા કરી રહ્યો છું.’

પોતાની ત્રણ પેઢીના પરિવારજનો સાથે જુહુના દરિયાકિનારે સૂર્યદેવની પૂજા કરવા આવેલાં ૮૦ વર્ષનાં દામિની ગોએન્કાએ કહ્યું હતું કે છેલ્લાં ૧૬ વર્ષોથી અહીં સૂર્યપૂજા કરવા આવું છું. પૂજા કરવા આવેલા કૃપેશ સિંહે કહ્યું હતું કે ‘બિઝનેસમાં મને બહુ મોટી નુકસાની ગઈ હતી. મેં શપથ લીધા હતા કે જો આ નાણાકીય નુકસાનીમાંથી હું બહાર આવી જઈશ તો દર વર્ષે છઠપૂજા કરીશ. એ વાતને આઠ વર્ષ થઈ ગયાં. મને દેવાંમાંથી બહાર કાઢવા બદલ સૂર્યદેવનો હું આભાર માનું છું અને એ માટે આ પૂજા કરી રહ્યો છું.’

દરિયાકિનારા પર છઠપૂજાની વિધિ કરનાર પૂજારી મોહન મિશ્રાએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે દિવાળીના છઠ્ઠા દિવસે છઠપૂજા થતી હોય છે. આ પૂજા માટે ભક્તે ત્રણ દિવસના ઉપવાસ કરીને પછી સૂરજના ઊગવાના સમયે તથા સૂર્યાસ્ત સમયે સૂર્યદેવને પાણી ધરવાનું હોય છે. ત્યાર પછી જ ઉપવાસ પૂરા કરી શકાય છે. છઠપૂજાના આ ત્રણ દિવસ દરમ્યાન સૂર્યદેવની પૂજા અને પ્રાર્થના કરીને તેમના આર્શીવાદ લેવાનું બહુ જ શુકનવંતું ગણાય છે.’

જુહુના દરિયાકિનારે ટ્રાફિકનું સંચાલન કરતા અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર અરુણ શિંદેએ કહ્યું હતું કે ‘છઠપૂજા માટે ગઈ કાલે આશરે છ લાખ લોકો એકઠા થયા હતા. આમાંના પાંચ લાખ લોકો સૂર્યાસ્તની પૂજા કરીને બીજા દિવસના સૂર્યોદયની પૂજા કરવા માટે રાતભર દરિયાકિનારે રોકાયા હતા.’

તકસાધુ ફેરિયાઓ

જુહુના દરિયાકિનારે છઠપૂજા માટે લાખો લોકો આવી રહ્યા હોવાથી ફેરિયાઓ એનો ગેરલાભ લઈ રહ્યા હતા. અહીં ૧૨ રૂપિયાની એક લિટરની બિસલેરીની બૉટલ ૨૦ રૂપિયામાં વેચાતી હતી. આનો બચાવ કરતાં એક ફેરિયાએ કહ્યું હતું કે ધંધો કરવાની આવી તક અમને પછી ક્યારે મળશે?

આંકડાબાજી

૩૫૦

જુહુના દરિયાકિનારા પરની વિશાળ મેદની પર કાબૂ રાખવા માટે આટલા પોલીસોએ રાતભર પહેરો ભર્યો હતો

૭૦

અનિચ્છનીય બનાવ ટાળવા માટે આટલા લાઇફગાર્ડ ફરજ પર હતા