દારૂ પીને વાહન ચલાવતાં પકડાશો તો ટ્રાફિકપોલીસ તમારો ફોટો પાડશે

02 November, 2011 09:11 PM IST  | 

દારૂ પીને વાહન ચલાવતાં પકડાશો તો ટ્રાફિકપોલીસ તમારો ફોટો પાડશે

 

વળી જેની મદદથી કોઈ વ્યક્તિએ દારૂ પીધો છે કે નહીં એ જાણી શકાય છે એ બ્રીધ-ઍનલાઇઝરમાં કૅમેરાની સાથોસાથ એક જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) પણ ફિટ કરી હશે. એ વ્યક્તિ કયા વિસ્તારમાંથી પકડાઈ છે એની માહિતી કન્ટ્રોલ રૂમને આપશે. ત્યાં આ માહિતીનો સંગ્રહ કરી શકાશે. પોતાનું નામ જાહેર ન કરવાની શરતે આ નવી પહેલ વિશે વાત કરતાં એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે લોકોના ફોટોગ્રાફ રાખવાના આ નિર્ણયથી

પોલીસ-વિભાગમાં ફાઇલોનો ભરાવો થશે એટલે કદાચ વધુ સમસ્યા પેદા કરતા લોકોનો ફોટો જ પાડવામાં આવશે. ટ્રાફિકપોલીસ વિભાગના આંકડા પ્રમાણે દારૂ પીને વાહન ચલાવવા બદલ ઑક્ટોબર સુધીમાં ૧૦,૦૫૪ લોકો પર કેસ કરવામાં આવ્યો હતો. એમાંના ૩૯૭૫ જણને જેલભેગા કરવામાં આવ્યા હતા, ૩૯૦૨ લોકોનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં અને દંડ તરીકે ૧.૯૯ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.