બૅન્ગકૉકના પૂરે મુંબઈગરાના દિવાળીના હૉલિડેના પ્લાન પર પણ પાણી ફેરવી દીધું

31 October, 2011 02:13 AM IST  | 

બૅન્ગકૉકના પૂરે મુંબઈગરાના દિવાળીના હૉલિડેના પ્લાન પર પણ પાણી ફેરવી દીધું

 

 

હજી તો બૅન્ગકૉકનો પ્રવાસ રદ કરનારા લોકોની સંખ્યા ઓછી છે, પણ આ સંખ્યા વધતાં તેમની હાલત કફોડી થવાની છે. જે લોકોએ સિંગાપોર-બૅન્ગકૉકની ટૂર પર જવાનો નિર્ણય લીધો છે તેમણે પણ બૅન્ગકૉકને પોતાની યાદીમાંથી અત્યાર પૂરતું દૂર રાખ્યું છે. થાઇલૅન્ડ સરકારે ૫૦ વર્ષમાં પ્રથમ વાર આવેલા વિનાશક પૂરને કારણે ૩૧ ઑક્ટોબર સુધી બૅન્ગકૉક તથા આસપાસના વિસ્તારોમાં રજા જાહેર કરી છે. વળી ઘણાં ઍરર્પોટની હવાઈ પટ્ટી પર પણ પૂરનાં પાણી ફરી વળતાં ટ્રાવેલ-પ્લાન કૅન્સલ કરવા પડ્યા છે. ડૉન મુવાંગ ડોમેસ્ટિક ઍરર્પોટને બંધ કરી દેવામાં આવ્યું છે તેમ જ સ્ટેટ રેલવે ઑફ થાઇલૅન્ડે પણ બૅન્ગકૉકની સર્વિસ રદ કરી છે. જોકે થાઇલૅન્ડની સરકારે એવી ખાતરી આપી છે કે ટૂરિઝમ માટેનો વિસ્તાર એકદમ સુરક્ષિત છે.