મલબાર હિલની સ્કૂલનો પીટી-ટીચર ભારે વિકૃત

04 October, 2011 09:08 PM IST  | 

મલબાર હિલની સ્કૂલનો પીટી-ટીચર ભારે વિકૃત

આ ઘટના પછી વિદ્યાર્થી એકદમ સૂનમૂન રહેતો હતો એટલે તેના પેરન્ટ્સને શંકા ગઈ અને તેમણે કારણ જાણવાની કોશિશ કરી હતી. આખરે પેરન્ટ્સને ખબર પડી કે તેની જાતીય સતામણી થઈ હતી, છતાં એ કામ કોણે કર્યું હતું એ વિશે વિદ્યાર્થી કશું બોલતો નહોતો.

વિદ્યાર્થીની માતાએ કહ્યું હતું કે અમે સ્કૂલને જાણ કરી ત્યારે તેમણે પહેલાં તો મારા ભત્રીજાને સસ્પેન્ડ કરી નાખ્યો હતો, કારણ કે તે બહુ તોફાની છે; પરંતુ ભત્રીજાએ ગુનો કબૂલ્યો જ નહોતો. આખરે વિદ્યાર્થીએ તેની માતાને પીટી ટીચરનું નામ આપ્યું હતું. પીટી-ટીચરે આપેલી ધમકી વિશે પણ વિદ્યાર્થીએ માતાને કહ્યું હતું. ટીચરે એવી ધમકી આપી હતી કે જો તું આ વાત કોઈને કહેશે તો હું તને બસની નીચે ફેંકી દઈશ.
આખરે પોલીસે શિવાજી તાવડેની ઘાટકોપરમાંથી ધરપકડ કરી હતી. શિવાજી તાવડેનાં લગ્ન એક વર્ષ પહેલાં જ થયાં છે. તેણે અન્ય કોઈ વિદ્યાર્થીની જાતીય સતામણી કરી હતી કે નહીં એની પણ પોલીસ તપાસ કરી રહી છે.

માનવ મંદિર સ્કૂલના વહીવટકર્તા ટી. આર. કે. વર્માએ કહ્યું હતું કે ‘પેરન્ટ્સે ફરિયાદ નોંધાવી ત્યારે અમે એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યો હતો. હવે તેઓ ટીચર પર આક્ષેપ શા માટે કરી રહ્યા છે એની અમને કંઈ ખબર નથી.’