એક ફૂલ દો માલી - ‘અમ્મી કે આઇ’, ર્કોટ નક્કી કરશે

30 September, 2011 08:49 PM IST  | 

એક ફૂલ દો માલી - ‘અમ્મી કે આઇ’, ર્કોટ નક્કી કરશે

 



દેવનારની ચાર વર્ષની બાળકીની કસ્ટડી આખરે કોને મળશે?

શિવા દેવનાથ

મુંબઈ, તા. ૩૦

કોઈ હિન્દી ફિલ્મની વાર્તા જેવી દેવનારની ચાર વર્ષની બાળકીની આ જીવનકહાણી છે. તેનું ભાવિ બે માતા વચ્ચે લટકે છે. એક માતાએ તેને જન્મ આપ્યો છે અને બીજી માતા એવો દાવો કરી રહી છે કે તેણે તેને ઉછેરી છે. કરુણા એ વાતની છે કે આ બાળકી પોતાની સગી માતાને ‘અમ્મી’ કહેવાને બદલે પોતાની મહારાãષ્ટ્રયન રખેવાળ માતાને ‘આઈ’ કહેવાનું પસંદ કરે છે.

બાળકીની કસ્ટડી લેવા માટે કમરુãન્ïનસા શેખ અને તેની રખેવાળ કુંદન ઢાલે અહીંતહીં ભટકી રહ્યાં છે. કમરુãન્ïનસા શેખ પાસે છોકરીનું બર્થ-સર્ટિફિકેટ છે, જેમાં છોકરીની માતા તરીકે તેનું પોતાનું નામ છે. બીજી તરફ કુંદન ઢાલેને છોકરીનો પોતાનો સર્પોટ છે. છોકરીએ પોલીસને કહી દીધું છે કે તે કુંદન સાથે રહેશે. પોલીસે અત્યાર પૂરતું તો છોકરીની કસ્ટડી કુંદન ઢાલેને આપી દીધી છે. અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર કેશવ શિંદેએ કહ્યું હતું કે છોકરીને અમે ઢાલેપરિવારને સોંપી રહ્યા છીએ અને આ વિશે તપાસ ચાલે છે.

કુંદન ઢાલેએ પોતાની પુત્રીનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ કમરુãન્ïનસા શેખે દેવનાર પોલીસમાં કરતાં પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. કમરુãન્ïનસા બાળકીને સ્કૂલમાં મૂકી ગઈ ત્યાર બાદ કુંદન તેને લઈ ગઈ હતી. દેવનાર પોલીસના જણાવ્યા મુજબ કમરુãન્ïનસાએ પોલીસને કહ્યું હતું કે ૨૦૦૭માં પતિના નિધન બાદ માત્ર ચાર મહિનાની બાળકીને છોડીને કમાવા જવું પડતું હતું.

આ સમયે કુંદને પોતાના ડે કૅર સેન્ટરમાં બાળકીનું ધ્યાન રાખવાની જવાબદારી સ્વીકારી હતી. આ સમય દરમ્યાન બાળકીને કુંદન સાથે આત્મીયતા બંધાઈ હતી. કુંદને એનો લાભ લેતાં પોતાના રૅશનકાર્ડમાં પણ બાળકીનું નામ લખાવી દીધું હતું. અત્યારે પોલીસે આખો મામલો ર્કોટને હવાલે કરી દીધો છે.