થાણેમાં ૧૦ દિવસમાં ૨૦,૦૦૦થી વધુ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

03 October, 2012 07:54 AM IST  | 

થાણેમાં ૧૦ દિવસમાં ૨૦,૦૦૦થી વધુ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

સુધરાઈ દ્વારા કોલશેટ, પારસિક, કલવા, કોપરી અને મુંબ્રા એમ અનેક જગ્યાઓએ કૃત્રિમ તળાવ બાંધવામાં આવ્યાં હતાં. જેથી કુદરતી તળાવોને અસર થાય નહીં. એ સિવાય કૉર્પોરેશન દ્વારા રાઈલાદેવી, ઉપવન, ખારેગાંવ, રેવાલે, નીલકંઠ ગ્રીન અને માસુંદા એમ અનેક જગ્યાઓએ પણ તળાવ બાંધવામાં આવ્યાં હતાં.

માસુંદા તળાવમાં પાંચમા દિવસે ૨૯૮૩ ગણેશમૂર્તિઓ અને ૨૭૯ ગૌરી મૂર્તિઓ તેમ જ ઉપવન તળાવમાં ૨૪૬૬ ગણેશમૂર્તિઓ અને ૧૩૫ ગૌરી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એ સિવાય નીલકંઠ ગ્રીન્સમાં ૩૮૩ ગણેશમૂર્તિઓ અને રાઈલાદેવીમાં આવેલાં બે તળાવોમાં ૩૨૯૯ ગણેશમૂર્તિઓ અને ૯૬ ગૌરીમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અંબેગોસાલેના કૃત્રિમ તળાવમાં ૮૯૯ ગણેશમૂર્તિઓ અને ૧૭૫ ગૌરીમૂર્તિઓ હતી. જ્યારે રેવાલેમાં ૩૬૨ અને ખારેગાંવ લેકમાં ૮૩૩ ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

સુધરાઈ-કમિશનર આર. એ. રાજીવ, થાણેના મેયર હરિંદ્ર પાટીલ, ટીએમસી ઑફિસરો અને અનિરુદ્ધ બાપુ ટ્રસ્ટના વૉલન્ટિયરો આ બધી જગ્યાઓએ પોલીસ અને ફાયર-બિગ્રેડની ર્ફોસ સાથે હાજર હતા. શનિવારે છેલ્લા દિવસના વિસર્જનમાં ટીએમસી, થાણે પોલીસ, થાણે

ફાયર-બ્રિગેડ અને બધા એનજીઓ, વૉલન્ટિયરોએ વિસર્જન સારી રીતે પાર પડે તેથી જરૂરી એવી વ્યવસ્થા કરી હતી ,જેમાં ત્રણ મહાવિસર્જન ગેટ પણ બનાવવામાં આવ્યા હતા. લોકો પાણીમાં આડેધડ ફૂલ ન ફેંકે તેથી કૉર્પોરેશને નિર્મલ્ય કલશ મૂક્યા હતા. વિસર્જનના છેલ્લા દિવસે ટ્રાફિક ન સર્જાય એ માટે થાણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટે અમુક ટ્રાફિક ડાયવર્ઝન સૂચિત કયાર઼્ હતાં. ટ્રાફિક પોલીસે માસુંદા લેકની એન્ટ્રન્સથી થાણે સ્ટેશન સુધી રસ્તો બ્લૉક કરી દીધો હતો. તેથી લોકોએ રામ મારુતિ રોડનો ઉપયોગ કર્યો હતો. પોલીસે વિસર્જન માટે આવતા લોકો સિવાયનાં બધાં વાહનો માટે ગડકરી સર્કલથી ટાવર નાકા સુધી આવતાં વાહનોના પાર્કિંગ પર બૅન લગાવ્યો હતો.

ટીએમસી = થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન