આંખ મારવી અને ફ્લાઇંગ કિસનો ઇશારો પણ યૌન ઉત્પીડન, આરોપીને આપી 13 મહિના કેદની સજા

11 April, 2021 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇની પૉક્સો કૉર્ટે સગીરને આંખ મારવા અને ફ્લાઇંગ કિસનો ઇશારો કરનારને દોષી માનીને 13 મહિનાની જેલની સજા સંભળાવી. 20 વર્ષના યુવક વિરુદ્ધ 14 વર્ષની સગીરે ફરિયાદ નોંધાવી હતી.

પ્રતીકાત્મક તસવીર

આંખ મારવી અને ફ્લાઇંગ કિસના ઇશારાને યૌન ઉત્પીડનની સંજ્ઞા આપતા મુંબઈની એક પૉક્સો કૉર્ટે 20 વર્ષના યુવકને 13 મહિનાની કારાવાસની સજા સંભળાવી. આની સાથે જ દોષી વિરુદ્ધ 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે જેમાં 10,000 રૂપિયા પીડિતાને આપવામાં આવશે. 20 વર્ષના યુવક વિરુદ્ધ 14 વર્ષની સગીરે ફરિયાદ નોંધાવી હતી.

14 વર્ષની બાળકીને કૉર્ટે જણાવ્યું કે ગયા વર્ષે તે પોતાની બહેન સાથે બહાર હતી ત્યારે આરોપી યુવક, જે તેનો પાડોશી હતો, તેમે પીડિતાને આંખ મારી અને ફ્લાઇંગ કિસનો ઇશારો પણ કર્યો. બાળકીએ જણાવ્યું કે આરોપી પહેલા પણ આ પ્રકારનું વર્તન કરી ચૂક્યો છે. બચાવ પક્ષ તરફથી કરવામાં આવેલા સવાલ-જવાબમાં પીડિતાએ આ તથ્યનો અસ્વીકાર કર્યો કે આરોપી અને તેના પિત્રાઇ ભાઇ વચ્ચે આને લઈને 500 રૂપિયાની શરત લાગી હતી.

બચાવ પક્ષની દલીલ
બાળકીની માએ પણ કહ્યું કે પીડિતતાએ અનેકવાર આરોપીના વ્યવહારને લઈને તેને પરિયાદ પણ કરી હતી અને તેમણે આ માટે આરોપીને ફટકાર પર લગાડી હતી અને ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી જેના પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે કહ્યું કે કેસમાં બરાબર તપાસ ન થઈ અને આરોપીએ યૌન ઇરાદે આવું નથી કર્યું.

કૉર્ટે પોતાના નિર્ણયમાં શું કહ્યું?
કૉર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા પછી પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું, "સાક્ષ્યો પાસે આરોપીને ખોટા કેસમાં ફસાવવાનું કોઈ કારણ નથી મળ્યું. આ સિવા. આ વાતની ચોક્કસ સાબિતીઓ છે કે ઘટના પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો ઑન રેકૉર્ડ સાબિતીઓ જોવામાં આવે તો આરોપીનું આંખ મારવું અને ફ્લાઇંગ કિસ આપવી એક યૌન ઇશારો છે જેના દ્વારા વિક્ટિમનું યોન ઉત્પીડન થયું."

Mumbai news Mumbai Crime News mumbai crime news