20 વર્ષનો આ છોકરો નાની છોકરીઓના ફોટો એડિટ કરીને બ્લેકમેઈલ કરતો હતો

09 September, 2020 07:40 PM IST  |  Mumbai | વિશાલ સિંહ

20 વર્ષનો આ છોકરો નાની છોકરીઓના ફોટો એડિટ કરીને બ્લેકમેઈલ કરતો હતો

મુંબઈ પોલીસની સાયબર યુનિટે ગુજરાતમાં રહેતા 20 વર્ષના છોકરાની ધરપકડ કરી છે, જે 9 થી 15 વર્ષની છોકરીઓના ફોટોનેનએડિટ કરીને નગ્ન બનાવી બ્લેકમેઈલ કરતો હતો.

આ છોકરાની તપાસ કરતા તેના મોબાઈલમાંથી 700થી વધુ નગ્ન છોકરીઓના ફોટોઝ મળી આવ્યા હતા. આરોપી અલ્ફાઝ જામાની ગુજરાતના ભાવનગર જીલ્લાના મહુઆ ગામમાં રહે છે. 12માં ધોરણ પછી તેણે ભણવાનું છોડી દીધુ અને એક કાંદાના ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં કામ પર લાગ્યો હતો.

ડીસીપી (સાયબર) ડૉ.રશ્મી કરણદીકરે મિડ-ડેને કહ્યું કે, 6 સપ્ટેમ્બરના રોજ એક પેરેન્ટ્સે અમને ફરિયાદ કરી હતી. પેરેન્ટ્સે કહ્યું કે, ઈન્સ્ટાગ્રામમાં તેમની દિકરીના નગ્ન ફોટા અપલોડ થયા છે.

ફરિયાદ બાદ તપાસ કરતા લોકેશન ગુજરાતનું મળ્યું અને એક ટીમે ગુજરાતમાં પહોચીને આરોપીને પકડ્યો હતો. પૂછપરછ કરતા તેણે કહ્યું કે, તે નાની ઉંમરની છોકરીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો. આ છોકરીઓ રિકવેસ્ટ એક્સેપ્ટ કરે તે પછી પ્રોફાઈલમાં છોકરીઓના ફોટોઝ દેખાતા થાય. તે છોકરીઓ સાથે ચેટ પણ કરતો અને બીજીબાજુ ફોટોઝને એડિટ કરીને તેને નગ્ન બનાવતો અને પછી ઈન્સ્ટાગ્રામમાં અન્ય એક અકાઉન્ટ બનાવીને તેમાં આ એડિટ કરેલા ફોટોઝ અપલોડ કરતો હતો.

ત્યારબાદ આરોપી ફેક પ્રોફાઈલના સ્ક્રિન શોટ પાડીને સંબંધિત છોકરીને મોકલતો અને કહેતો કે જો આ ફોટો ડિલીટ કરવા હોય તો તેણે યુઝરનેમ અને પાસવર્ડ શૅર કરવા પડશે. ડિટેલ મળ્યા બાદ તે અન્ય છોકરી સાથે વાત કરીને નગ્ન ફોટા મગાવતો. તે છોકરીઓ પાસે નગ્ન ફોટા મગાવીને દાવો કરતો કે તે બોડીને શેપમાં રાખવા માટે મેડિસિન અને ડાયટ આપશે.

ડીસીપીએ કહ્યું કે, અમે આ 17 ફેક ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ્સ મેળવ્યા છે, જે આ આરોપીએ બનાવ્યા છે. 2019માં પણ આ આરોપી વિરુદ્ધ પુણેમાં ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તેને જામિન મળી ગયા હતા.