મુંબઈ એરપોર્ટ પર રૂપિયા 249 કરોડનું 35 કિલો ડ્ર્ગ્સ જપ્ત, બે વિદેશીઓની ધરપકડ

10 December, 2021 05:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ (Mumbai)ના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સ(Drugs)નું મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટે 35 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. ડ્રગ્સનું આટલું મોટું કન્સાઈનમેન્ટ પહેલીવાર પકડાયું છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai)ના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સ(Drugs)નું મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટે 35 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. ડ્રગ્સનું આટલું મોટું કન્સાઈનમેન્ટ પહેલીવાર પકડાયું છે. જાણવા મળ્યું કે એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટે ડીઆરઆઈના ઈનપુટ પર આ કાર્યવાહી કરી હતી. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 247 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં 2 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટને મુંબઈ લાવવાની અને બજારમાં સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી. નવા વર્ષની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત બજારોમાં અવસરનો ફાયદો જોઈને ડ્રગ્સ પેડલર્સ બજારમાં ડ્રગ્સ વેચવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ ગુપ્તચરોએ તેમની યોજના પર પાણી ફેરવી દીધું.

પ્રાપ્ત માહિતી અુસાર એરપોર્ટ ઈન્ટેલિજન્સે ઝિમ્બાબ્વેના બે નાગરિકો પાસેથી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઝડપ્યો છે. એક વ્યક્તિની ઉંમર 46 વર્ષ જ્યારે અન્ય વ્યક્તિની ઉંમર 27 વર્ષ જણાવવામાં આવી રહી છે. બંને વ્યક્તિ ઝિમ્બાબ્વેના હરારેથી મુંબઈ આવ્યા હતા. તેને એડિસ અબાબામાં આ માલ મળ્યો હતો. બંને લોકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડીઆરઆઈને એવા ઈનપુટ મળ્યા હતા કે નવા વર્ષને ધ્યાનમાં રાખીને મુંબઈમાં મોટી માત્રામાં ડ્રગ્સ સપ્લાય કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ પછી એક વ્યૂહરચના તૈયાર કરી બંન્ને આરોપીઓને એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યા. આ કન્સાઇનમેન્ટ ક્યાંથી સપ્લાય કરવાનું આયોજન હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

mumbai mumbai news mumbai airport