વસઈમાં ગણેશોત્સવમાં ફરજ બજાવતા ૧૮ પોલીસ-કર્મચારીઓ કોરોના-પૉઝિટિવ

04 September, 2020 05:05 PM IST  |  Mumbai | Mumbai correspondent

વસઈમાં ગણેશોત્સવમાં ફરજ બજાવતા ૧૮ પોલીસ-કર્મચારીઓ કોરોના-પૉઝિટિવ

ફાઇલ ફોટો

વસઈ તાલુકામાં ગણેશોત્સવમાં ફરજ બજાવતા ૧૮ પોલીસ-કર્મચારીઓ કોવિડ-19ની ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યા હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. તેઓમાં આરસીપીના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ છે. પૉઝિટિવ થયેલા પોલીસ-કર્મચારીઓને વસઈના ગોલ્ડન પાર્ક અને વાડાના કોવિડ કૅર સેન્ટરમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. પાલઘરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ દ્વારા આદેશ અપાયો હતો કે ગણેશોત્સવ અને મોહરમમાં પાલઘર જિલ્લામાં સતત ફરજ બજાવી રહેલા પોલીસ-કર્મચારીઓની તાત્કાલિક ઍન્ટિજન ટેસ્ટ કરવા કહેવાયું હતું એ અનુસાર ટેસ્ટ કરાવતાં જે પોલીસ-કર્મચારીઓ પૉઝિટિવ આવ્યા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમ જ જેમના ઍન્ટિજન-ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય તેમને તાત્કાલિક RC-PTR ટેસ્ટ કરવાનું કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે આ જિલ્લામાં ૨૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ કોરોના-સંક્રમિત થયા છે અને ૪ પોલીસોનાં મૃત્યુ થયાં છે.

mumbai mumbai police vasai mumbai news coronavirus covid19