ગેરકાયદે સટ્ટો રમનારા ૧૮ લોકોની મહાલક્ષ્મી રેસકોર્સ પરથી ધરપકડ

23 December, 2018 07:10 PM IST  |  Mahalaxmi, Mumbai

ગેરકાયદે સટ્ટો રમનારા ૧૮ લોકોની મહાલક્ષ્મી રેસકોર્સ પરથી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

તાડદેવ પોલીસે શુક્રવારે સાંજે મહાલક્ષ્મી રેસકોર્સમાં રેઇડ પાડીને ઘોડાની રેસ પર ગેરકાયદે સટ્ટો રમીને ટૅક્સની ચોરી કરવા બદલ ૧૮ જણની ધરપકડ કરી હતી.

પોલીસોએ તેમના સ્ટૉલ પરથી એક કરોડ ચાલીસ લાખ રૂપિયા રોકડા અને ૨૯ લૅપટૉપ જપ્ત કર્યાં હતાં. પૂછપરછ દરમ્યાન પોલીસને જણાયું હતું કે આરોપીઓ સરકારને ટૅક્સ ચૂકવ્યા વિના જ જુગારનો વ્યવસાય ચલાવતા હતા.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અભિનાશ કુમાર (ઝોન-૩)એ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે જેટલી રકમ આજે જપ્ત કરી લગભગ એટલી જ રકમ તેઓ રોજ જુગારના વ્યવસાયમાં કમાતા હતા. આ હિસાબે જોઈએ તો તેમણે સરકારને ટૅક્સના ૪૩ લાખ રૂપિયા ચૂકવવા જોઈએ, પણ તેઓ એક પૈસો ચૂકવતા નહોતા.’

mumbai mahalaxmi racecourse