બાઇકની પેટ્રોલ ટૅન્કમાં છુપાવેલું ૧૭.૩ કિલો ચરસ મળી આવ્યું

23 June, 2021 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કાર્યવાહીની મહિતી આપી

ગોરેગામના શ્રેયસ કેન્જળેના ઘરેથી એલએસડીના ૪૩૬ બ્લૉટ જપ્ત કરાયા હતા, બાઇકની પેટ્રોલની ટાંકીમાં ખાસ ગોઠવણ કરી સંતાડાયેલું ૧૭.૩ કિલો ચરસ જપ્ત કરાયું હતું.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો ઍન્ટિ-ડ્રગ્સ વીકની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર કાર્યવાહી કરી રહ્યો છે. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કાર્યવાહીની મહિતી આપતાં કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયા દાદરમાંથી રાજવિન્દર સિંહ અને ગુરમિચત સિંહની ડ્ર્ગ્સના એક કેસમાં ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમ્યાન ગઈ કાલે તેમણે આપેલી માહિતીના આધારે બે બાઇકમાં છુપાવેલું ચરસ એનસીબીના અધિકારીઓએ શોધીને જપ્ત કર્યું હતું. આ બંને આરોપીઓ પંજાબથી ડ્રગ્સ લઈને બાઇક પર મહારાષ્ટ્ર આવ્યા હતા અને દાદરના એક ધર્મસ્થાનકમાં રહ્યા હતા. તેમની બાઇકની પેટ્રોલની ટાંકીમાં ખાસ ગોઠવણ કરીને તેમણે ડ્રગ્સ (ચરસ) સંતાડ્યું હતું. એનસીબીના આફિસરોએ ૧૭.૩ કિલો ચરસ જપ્ત કર્યું હતું.’

એનસીબીએ અન્ય એક કાર્યવાહી ગોરેગામ (ઈસ્ટ)ના નાગરી નિવારા કૉમ્પ્લેક્સમાં કરી હતી. એમાં શ્રેયસ કેન્જળેના ઘરે રેઇડ પાડીને એલએસડીના ૪૩૬ બ્લૉટ અને ૩૦૦ ગ્રામ ભાંગ જપ્ત કરી હતી. શ્રેયસ કેન્જળેની પૂછપરછ કરાઈ રહી છે.  

mumbai mumbai news Crime News mumbai crime news