PM મોદીના મન કી બાત કાર્યક્રમને પાંચ લાખ કરતાં વધુ ડિસ્‍લાઇક્સ મળી

01 September, 2020 06:54 AM IST  |  Mumbai | Mumbai correspondent

PM મોદીના મન કી બાત કાર્યક્રમને પાંચ લાખ કરતાં વધુ ડિસ્‍લાઇક્સ મળી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સંબોધીને કરવામાં આવતા માસિક રેડિયો-શો ‘મન કી બાત’ના યુટ્યુબ ચૅનલ પર પ્રસારિત થયેલા ઑગસ્ટ મહિનાના કાર્યક્રમને ૨૪ કલાકમાં સૌથી વધુ પાંચ લાખ કરતાં પણ વધુ ડિસ્‍લાઇક્સ મળી છે.

રવિવારે વડા પ્રધાન મોદીએ ૬૮મી ‘મન કી બાત’ના સંબોધનમાં લોકોને સૂચવ્યું હતું કે લોકો ઘરેલુ વસ્તુઓ ઘરે લાવશે, કારણ કે તેઓને સંભાળ માટે ઓછા ખર્ચની જરૂર પડે છે અને દેશની આબોહવાની સ્થિતિમાં તેઓ પહેલાંથી જ અનુકૂળ છે.

‘મન કી બાત’નો શો પ્રસારિત થયાના તરત બાદ ટ્વિટર પર એના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. યુટ્યુબ અને ટ્વિટરના ઉપયોગકર્તાઓએ વડા પ્રધાન મોદીને ‘જેઈઈ’ અને ‘એનઈઈટી’ પરીક્ષાના વિષય પર સંબોધન ન કરવા બદલ પ્રશ્નો પૂછ્યા હતા.

એક યુટ્યુબરે કહ્યું હતું કે ‘વડા પ્રધાન મોદીએ તેમના કાર્યક્રમમાં રોજગાર, લઘુ ઉદ્યોગો કે શિક્ષણ વિશે વાત ન કરતાં અન્ય વિષય પર સંબોધન કર્યું હતું. મોદીજી, તમે ભારત દેશના વડા પ્રધાન છો, અમે ‘મન કી બાત’ નથી સાંભળવા ઇચ્છતા. અમે ઇચ્છીએ છે કે તમે તમારી એ ફરજ પુરી કરો જે માટે અમે તમને ચૂંટ્યા છે.’ અત્યાર સુધી ‘મન કી બાત’ના વિડિયોને ૧૮ લાખ વ્યુઝ, ૭૪,૦૦૦ લાઇક્સ અને પાંચ લાખ કરતાં વધુ ડિસ્‍લાઇક્સ અને ૮૮,૦૦૦ કમેન્ટ્સ મળી છે.

mumbai mumbai news narendra modi