આજે યોજાનારી પંચાયતની ચૂંટણીનો થાણેનાં ૧૪ ગામોએ કર્યો બહિષ્કાર

15 January, 2021 01:00 PM IST  |  Mumbai | Agencies

આજે યોજાનારી પંચાયતની ચૂંટણીનો થાણેનાં ૧૪ ગામોએ કર્યો બહિષ્કાર

પ્રતીકાત્મક તસવીર(તસવીર સૌજન્ય જાગરણ)

થાણે જિલ્લાનાં ૧૪ ગામોએ નવી મુંબઈ મહાનગરપાલિકામાં સામેલ થવાની માગણી સાથે આજે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ૧૪ ગામોના બહિષ્કાર ઉપરાંત આજે અન્ય પાંચ ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય લેવાયો હોવાનું થાણે જિલ્લાના નાયબ કલેક્ટર બાળાસાહેબ વાકચૌરેએ જણાવ્યું હતું.
બાળાસાહેબ વાકચૌરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ઉક્ત ૧૪ ગામડાંના લોકો ૧૫ વર્ષોથી નવી મુંબઈ મહાનગરપાલિકામાં જોડાવાની માગણી કરે છે. એ માગણી માટે ગ્રામજનો અગાઉ બે વખત લોકસભાની સાર્વત્રિક ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરી ચૂક્યા છે. એ માગણી માટે લડત આપતી સમિતિએ જિલ્લા પ્રશાસનને આવેદન પત્ર પણ સુપરત કર્યું છે. પાંચ ગ્રામ પંચાયતોએ કરેલા બહિષ્કાર અને આઠ ગ્રામ પંચાયતોના સભ્યો બિનહરીફ ચૂંટાતાં આજે થાણે જિલ્લાની ૧૪૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.’

mumbai mumbai news thane