નવી મુંબઈમાં ઇલેક્ટ્રિક શૉક લાગતાં સગીર હેલ્પરનું મોત

10 May, 2021 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈમાં આવેલી મહાપે એમઆઇડીસી ખાતેની મૅચવિલ સિન્ડિકેટ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરી રહેલા ૧૩ વર્ષના કિશોરનું ગઈ કાલે ઇલેક્ટ્રિક શૉક લાગતાં મૃત્યુ થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં આવેલી મહાપે એમઆઇડીસી ખાતેની મૅચવિલ સિન્ડિકેટ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરી રહેલા ૧૩ વર્ષના કિશોરનું ગઈ કાલે ઇલેક્ટ્રિક શૉક લાગતાં મૃત્યુ થયું હતું. શુક્રવારે સવારે ૬.૩૦ વાગ્યાની આ ઘટનામાં અંશ રાજભર નામના કિશોરનું મૃત્યુ થયું હતું. બનાવ બાદ મહાવિતરણ કંપનીના સ્ટાફે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઇન્સ્પેક્શન કર્યું હતું. બાદમાં રબાળે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુની ફરિયાદ કંપનીના ડિરેક્ટર અને કૉન્ટ્રૅક્ટર સામે નોંધવામાં આવી હતી. આ સિવાય કંપનીમાં સગીર કિશોરને કામ પર રાખવામાં આવ્યો હોવાથી પછીથી આરોપીઓ સામે કોવિડ-૧૯ સહિતની બીજી કલમો ઉમેરવામાં આવશે એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news navi mumbai