ટેસ્ટના ૧૧ દિવસ પછી યુવતીને જાણ થઈ કે તે પૉઝિટિવ છે

29 May, 2020 11:10 AM IST  |  Mumbai | Shirish Vaktania

ટેસ્ટના ૧૧ દિવસ પછી યુવતીને જાણ થઈ કે તે પૉઝિટિવ છે

કુર્લા પશ્ચિમમાં પાલિકાના કર્મચારીઓ ચાલીઓમાં જઈ જઈને કોરોનાનું પરીક્ષણ કરે છે (તસવીર: સૈય્યદ સમીર આબેદી)

એક પોલીસ-કૉન્સ્ટેબલની ૨૮ વર્ષની બહેનને સ્થાનિક કૅમ્પમાં તેની ટેસ્ટ કરાયાના ૧૧ દિવસ પછી જાણવા મળ્યું કે તે કોવિડ-19 પૉઝિટિવ છે. યુવતીને બીમારીનાં લક્ષણો સતત જણાતાં હોવા છતાં મહાનગરપાલિકાની સંસ્થાએ તેના ટેસ્ટ-રિપોર્ટ એમ કહીને આપવાનો ઇનકાર કર્યો હતો કે જો તને ટેસ્ટના બે દિવસની અંદર ઈ-મેઇલ કે કૉલ ન આવે તો તારો રિપોર્ટ નેગેટિવ હશે.

આખરે એક સ્થાનિક રાજકારણીની મદદથી યુવતીએ તેની ટેસ્ટ જેણે કરી હતી એ પ્રાઇવેટ લૅબમાંથી રિપોર્ટ મેળવ્યો હતો અને પોતે પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

આ યુવતી નાયગાંવ પોલીસ ક્વૉર્ટરમાં મમ્મી અને કૉન્સ્ટેબલ ભાઈ સાથે રહે છે અને તેને નજીકની ઇન્દિરા ગાંધી મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી છે.

યુવતીએ કહ્યું કે ‘૧૨ મેએ સ્થાનિક કૉર્પોરેટર દ્વારા ભાયખલાના રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ ગ્રાઉન્ડ ખાતે શિબિરનું આયોજન થયું હતું ત્યારે મેં ટેસ્ટ કરાવી હી. ટેસ્ટના પાંચ દિવસ પછી મેં રિપોર્ટ જાણવા બીએમસીનો સંપર્ક સાધ્યો, પરંતુ તેમણે જણાવ્યું કે લૅબ તેમને રિપોર્ટ મોકલશે અને ત્યાર બાદ બીએમસી મને જાણ કરશે. બીએમસીના અધિકારીએ પણ કહ્યું હતું કે જો બે દિવસની અંદર મને બીએમસી દ્વારા જાણ ન કરાય તો એનો અર્થ એ કે રિપોર્ટ નેગેટિવ હશે. મેં બીજેપીના કાર્યકર પરેશ બોરીચાની મદદથી ૨૩ મેએ રોજ રિપોર્ટ મેળવ્યો હતો, જે પૉઝિટિવ હતો. ટેસ્ટ કર્યા પછી હું ઘણા લોકોને મળી હતી અને મને લાગે છે કે અજાણતાં મેં વાઇરસ ફેલાવ્યો છે.’

coronavirus covid19 mumbai mumbai news shirish vaktania naigaon