મૅરથૉનમાં ઍમ્બ્યુલન્સ મદદરૂપ થાય તો કેવી રીતે?

22 January, 2020 10:41 AM IST  |  Mumbai | Arita Sarkar

મૅરથૉનમાં ઍમ્બ્યુલન્સ મદદરૂપ થાય તો કેવી રીતે?

ડૉ. બીના અપોટીકરે. તસવીર: પ્રદીપ ધિવાર

મુંબઈમાં માનવતાની દૃષ્ટિએ સહાય કરનારા લોકો ડગલે ને પગલે મળે છે. ગયા રવિવારે મુંબઈ મૅરથૉન દરમ્યાન એક સ્પર્ધક ડિહાઇડ્રેશનને કારણે ઢળી પડ્યો ત્યારે આવી સહાય મળી હતી. પરંતુ સારવાર કરનારાં ડૉ.બીના અપોટીકર હાજર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સાધન-સરંજામની તંગીને કારણે અસહાય બની ગયાં હતાં. એ ડૉક્ટરે એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યુટને ફોન કર્યો ત્યારે દરદીને આઝાદ મેદાન ટેન્ટમાં લઈ જવા જણાવવામાં આવ્યું હતું. ચર્ચગેટની ફેશન સ્ટ્રીટની પાસે દરદીને લગભગ એકાદ કલાકે કળ વળી ત્યારે એને આઝાદ મેદાન ખાતેના એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યુટના રિકવરી ટેન્ટમાં લઈ જવામાં આવ્યો હતો.

ઍનેસ્થેટિસ્ટ અને ફિટનેસ કન્લસલ્ટન્ટ ૫૩ વર્ષીય ડૉ.બીના અપોટીકર એમનાં બે દરદીઓ સ્પર્ધામાં ભાગ લેતા હોવાથી એમને ચીયર અપ કરવા માટે ત્યાં હાજર હતાં.

સવારે આઠેક વાગ્યે એમણે નજર સામે હાફ મૅરથૉનમાં સહભાગી ૩૭ વર્ષીય મુંબઈવાસી ફિનિશિંગ લાઇનથી માંડ ૫૦૦ મીટર દૂર હતો ત્યારે ડિહાઇડ્રેશનને કારણે રસ્તા પર પડતાં જોયો હતો. ડૉ.અપોટીકર એને મદદ કરવા દોડ્યાં હતાં. એવી રીતે અન્ય બે જણ પણ દોડ્યા હતા. ડૉ. બીના અપોટીકરે જણાવ્યું હતું કે ‘ડિહાઇડ્રેટેડ વ્યક્તિની નાડી ધીમી પડી ગઈ હતી. એ વખતે કોઈએ ૧૦૮ ઍમ્બ્યલન્સને ફોન કર્યો હતો. મેં એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યુટને ફોન કર્યો ત્યારે એમણે દરદીને એમના આઝાદ મેદાનના ટેન્ટમાં લઈ જવા જણાવ્યું હતું. એને ત્યાંથી હટાવીને ક્યાંય લઈ જવાય એવી સ્થિતિ નહોતી. એના સ્નાયુઓમાં દુખાવો થતો હોવાથી બૂમો પાડતો હતો.

રાજ્ય સરકારની ઇમર્જન્સી મેડિકલ સર્વિસીસના ભાગરૂપ ૧૦૮ ઍમ્બ્યુલન્સ ૧૦ મિનિટ પછી પહોંચી. વળી એમાં આવશ્યક સાધન સરંજામ નહોતો. ઍમ્બ્યુલન્સમાં બેઠેલા ડૉક્ટરને તાત્કાલિક શું કરવું એ સમજાતું નહોતું. રનરની સ્થિતિ સ્થિર કરવા માટે જરૂરી આઈવી લાઇન સહિત તાકીદની સ્થિતિ માટે આવશ્યક એકપણ સાધન નહોતું. ઇન્જેક્શન આપવા માટે પાંચ એમએલ કે દસ એમએલની નીડલ નહોતી. નીડલ ચામડી પર ચોંટાડી રાખવાની ટેપ નહોતી.

આ પણ વાંચો : આખરે રિગલ સિનેમાની બહાર બાળ ઠાકરેની પ્રતીમા મૂકાશે

એમની પાસે પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સ રિપ્લેસ કરવા માટેના રિન્ગર લૅક્ટેટની ફક્ત એક બૅગ હતી. આસપાસ દુકાનો કે કેમિસ્ટ્સ નહોતા. અન્ય સ્પર્ધકોએ દરદીને પાણી આપ્યું હતું. લગભગ એકાદ કલાકે દરદીને સારું લાગ્યું હતું. નાડી બરાબર ધબકવા માંડી હતી. સવારે ૯.૨૦ વાગ્યે એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યુટની ઍમ્બ્યુલન્સ પહોંચી અને દરદીને રિન્ગર લૅક્ટેટની બીજી બૅગ આપીને એને રિકવરી ટેન્ટમાં લઈ જવામાં આવ્યો હતો.’

mumbai marathon mumbai news mumbai