સીએસએમટી ખાતે બનનારા મ્યુઝિયમ માટે રેલવેનું ૧૦૦૦ રૂપિયા નું ટૉકન

06 February, 2020 07:02 PM IST  |  Mumbai Desk | Rajendra B aaklekar

સીએસએમટી ખાતે બનનારા મ્યુઝિયમ માટે રેલવેનું ૧૦૦૦ રૂપિયા નું ટૉકન

સીએસએમટી બિલ્ડિંગ કન્ઝર્વેશન પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા નાગરિકો.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલની ઇચ્છા છે કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના ભવ્ય અને યુમનેસ્કો દ્વારા હેરિટેજની યાદીમાં મુકાયેલા હેડ-ક્વાર્ટર્સમાં મ્યુઝિયમ બને. બે વર્ષ પહેલાં એ પ્રોજકેટની તેમણે જાહેરાત કરી હતી. જોકે હવે તેમણે પ્રોજેક્ટ માટે ટૉકન તરીકે પહેલી વાર રૂપિયા ૧૦૦૦ ફાળવ્યા છે. જોકે સીએસએમટીના હેડ-ક્વાર્ટરમાં મ્યુઝિયમ બનાવવાનો રેલવેના મજદૂર યુનિયને વિરોધ કર્યો છે. અનેક કર્મચારીઓની પણ ઇચ્છા નથી કે એ ભવ્ય મકાનને મ્યુઝિયમ બનાવી દેવાય. એ સામે તેમણે ધરણાં પણ કર્યાં હતાં અને ત્યાર બાદ આમરણાંત ઉપવાસનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું.

એ ઉપરાંત મુંબઈના અન્ય પ્રોજેક્ટ માટે રૂપિયા ૫૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે જે ગયા વર્ષ કરતાં ૨૮ કરોડ ઓછા છે. એ સિવાય બુલેટ ટ્રેન પ્રોજેક્ટ઼ માટે ૫૦૦૦ કરોડ રૂપિયા ફળવવામાં આવ્યા છે. જોગેશ્વરી ખાતે બનનારા નવા ટર્મિનસ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનની ઝડપ વધારવા માટે પગલાં લેવા માટે પણ રકમ ફાળવવામાં આવી છે.

mumbai chhatrapati shivaji terminus mumbai news rajendra aklekar