થાણે અને દીવા વચ્ચે ૧૦૦ મીટર લાંબું બોગદું બનશે

01 November, 2011 07:49 PM IST  | 

થાણે અને દીવા વચ્ચે ૧૦૦ મીટર લાંબું બોગદું બનશે



મુંબઈ અર્બન ટ્રાન્સર્પોટ પ્રોજેક્ટ (એમયુટીપી-૨)ના બીજા તબક્કામાં આ બોગદાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જે માટે લગભગ ૫.૫ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. કલવા અને મુંબ્રા દરમ્યાન ‘નૂતન હિલ’ જગ્યાએ આ પ્રસ્તાવિત બોગદાનું કામ નવેમ્બર મહિનાના અંતમાં શરૂ થવાનું છે. જોકે આ હિલનો વિસ્તાર જંગલખાતાના તાબા હેઠળ આવતો હોવાથી અહીં કામ શરૂ કરવા માટે સરકારના પર્યાવરણ વિભાગ અને વન વિભાગ તરફથી મંજૂરી આવશ્યક છે, પણ એ હજી સુધી રેલવે કૉર્પોરેશનને મળી નથી. એટલે જ્યાં સુધી આ બન્ને સરકારી વિભાગ તરફથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ નહીં મળે ત્યાં સુધી કામ શરૂ થઈ શકશે નહીં.’