૧૦૦ રૂપિયામાં જોવા મળશે ૧૦૦ ફ્રી-ટુ-ઍર ચૅનલ

02 May, 2012 05:36 AM IST  | 

૧૦૦ રૂપિયામાં જોવા મળશે ૧૦૦ ફ્રી-ટુ-ઍર ચૅનલ

ગ્રાહકોને સારી સર્વિસ મળે અને તેમની સાથે કોઈ છેતરપિંડી થાય નહીં એ માટે ટ્રાઇએ કેબલ-ઑપરેટરો માટે બેઝિક સર્વિસ ટિયર (બીએસટી) ફરજિયાત બનાવ્યું છે, જેમાં લોકસભાની ચૅનલ સાથે દૂરદર્શનની ૧૮ ચૅનલ અને બાકીની ફ્રી-ટુ-ઍર ચૅનલ મળી કુલ ૧૦૦ જેટલી ચૅનલો આપવી પડશે. મલ્ટિ-સિસ્ટમ ઑપરેટરોએ (એમએસઓ) તેમના ગ્રાહકોને પાંચ વિવિધ પ્રકારની ચૅનલો ઑફર કરવી પડશે. આ જનરલ એન્ટરટેઇનમેન્ટ ચૅનલો (જીઈસી)માં અંગ્રેજી, હિન્દી, રીજનલ, મ્યુઝિક, ન્યુઝ, મૂવીઝ, સ્પોટ્ર્‍સ, લાઇફ-સ્ટાઇલ અને બાળકોની ચૅનલોનો સમાવેશ છે. ફ્રી-ટુ-ઍર ચૅનલો સિવાય બાકીની પે ચૅનલો માટે ઑપરેટરો ગ્રાહકો પાસેથી ચાર્જ લઈ શકે છે. જો પે ચૅનલો સાથેના પૅકેજનો દર ૧૫૦ રૂપિયાથી વધી જાય તો ઑપરેટરો એ માટેનો ઍક્ચ્યુઅલ દર વસૂલ કરી શકે છે. ટ્રાઇએ દેશનાં ચાર મહાનગરોમાં કેબલ ઉદ્યોગના સંપૂર્ણ ડિજિટલાઇઝેશન માટે ૨૦૧૨ની ૩૦ જૂનની ડેડલાઇન આપી છે, જ્યારે આખા દેશમાં આ માટે ૨૦૧૪ના ડિસેમ્બર સુધીની ડેડલાઇન છે.