વરસાદી નુકસાન માટે ૧૦ હજાર કરોડનું પૅકેજ જાહેર

24 October, 2020 11:22 AM IST  |  Mumbai | Agencies

વરસાદી નુકસાન માટે ૧૦ હજાર કરોડનું પૅકેજ જાહેર

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો સહિત અન્ય શાસક એનડીએના લોકો માટે 10,000 કરોડની રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી હતી. શાસક એમવીએના ટોચના નેતાઓ સાથેની મીટિંગ બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા દિવાળી સુધીમાં સહાયતા પૂરી પાડવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે હજી કેન્દ્ર સરકાર પાસેથી 38,000 કરોડ રૂપિયા લેવાના બાકી છે.
મુખ્ય પ્રધાને કહ્યું હતુ કે તે આર્થિક સહાય આપવાનું પસંદ નથી કરતા પરંતુ 10,000 કરોડની રૂપિયા સમાજની ઉન્નતિના વિવિધ કામમાં વાપરશે. પક્ષની મીટિંગમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલી મીટિંગમાં હાજર રહ્યા હતા. ગયા અઠવાડિયે ભારે વરસાદના કારણે પુણે, ઔરંગાબાદ અને કોંકણ વિસ્તારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા તથા લાખો હેક્ટરમાં ફેલાયેલા પાકને નુકસાન પહોંચ્યું હતું.
ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, નાંદેડ અને પંઢરપુરમાં વરસાદથી વધુ તારાજી સર્જાઈ હતી. આ વિસ્તારમાં સોયાબીન, કપાસ અને શેરડીના પાકને નુકસાન પહોંચ્યું હતું.

ખેડૂતોનો વિશ્વાસ ભંગ કરનારું પૅકેજ : ફડણવીસ
રાજ્યના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સરકારની 10,000 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાતે ખેડૂતોનો વિશ્વાસ ભંગ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે બીજેપીના શાસનકાળ દરમ્યાન ઠાકરેએ પ્રતિ હેક્ટર 25,000થી 50,000 રૂપિયાના વળતરની માગણી કરી હતી.

mumbai mumbai news